પીએમ મોદીએ પુષ્ણતિથિ પર સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, કર્યા નમન
સરદાર વલ્લભભાઈ પટેલની આજે 70મી પુષ્ણતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
નવી દિલ્લીઃ ભારતના પહેલા ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 70મી પુષ્ણતિથિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રીએ લખ્યુ છે, 'સશક્ત, સુદ્રઢ અને સમુૃદ્ધ ભારતનો પાયો મૂકનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુષ્ણતિથિ પર શત-શત નમન. તેમના બતાવેલા માર્ગ સૌને દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા માટે સદા પ્રેરિત કરતા રહેશે.'

Recommended Video

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'સરદાર પટેલજીનુ જીવન અને વ્યક્તિત્વ એટલુ વિરાટ છે જેને શબ્દોમાં પરોવવુ સંભવ નથી. સરદાર સાહેબ ભારતની એકતા અને શક્તિનુ પ્રતીક છે. તેમણે જટિલથી જટિલ સમસ્યાઓનુ સમાધાન કરીને એક અખંડ ભારતને આકાર આપ્યો. તેમનુ દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્ર સમર્પણ સદૈવ આપણુ માર્ગદર્શન કરતા રહેશે.' ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ, 'રાષ્ટ્રની એકતા તેમજ અખંડતા માટે પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર સ્વતંત્ર ભારતના શિલ્પી 'લોખંડી પુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલજીની પુષ્ણતિથિ પર તેમને શત શત નમન. સરદાર પટેલજીની નિઃસ્વાર્થ દેશભક્તિ અને દ્રઢ સંકલ્પ આપણા સૌના માટે પ્રેરણાદાયી છે.'
તમને જણાવી દઈએ કે સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1885માં ગુજરાતના ખેડામાં થયો હતો. તે એક સ્વાતંત્ર્ય સેનાની તો રહ્યા જ સાથે જ તેમણે દેશને અખંડ ભારત બનાવવામાં પણ મહત્વનુ યોગદાન આપ્યુ. 15 ઓગસ્ટ, 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તે ઘણા નાના-નાના રજવાડામાં વહેંચાયેલો હતો. આમાંથી કોઈએ અલગ રહેવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ સરદાર પટેલના અથાગ પ્રયાસોનુ જ પરિણામ હતુ કે બાદમાં એ પણ ભારતનો હિસ્સો બની ગયા. વર્ષ 1950માં 15 ડિસેમ્બરા દિવસે હ્રદયરોગનો હુમલો આવવાના કારણે સરદાર પટેલનુ નિધન થઈ ગયુ હતુ. તેમને સૌ દેશવાસી ભારતની એકતાના પ્રતીક તરીકે યાદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
