દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 17 માર્ચે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 માર્ચે બધા મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. દેશમાં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 માર્ચે બધા મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. દેશમાં વધતા કોરોના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓને સ્થિતિ પર ચર્ચા કરવા માટે બોલાવ્યા છે.

pm modi

17 માર્ચે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક બપોરે 12.30 વાગે થશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, દિલ્લી, ગુજરાત અને યુપી સહિત ઘણા રાજ્યોમાં એક વાર ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. કોરોના સંક્રમણનો ગ્રાફ ફરીથી ઝડપથી વધવા લાગ્યો છે. એવામાં રાજ્ય સરકારોએ પણ એક વાર ફરીથી કોરોના ગાઈડલાઈન્સ માટે કડકાઈ વધારવાનુ શરૂ કરી દીધુ છે.

વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને પહેલેથી જ એડવાઈઝરી મોકલવાની શરૂ કરી દીધી છે. જો લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના નવા કેસલોમાં 3.8 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 26291 નવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી, દેશમાં કોરોના કેસોની સંખ્યા 1.13 કરોડને પાર થઈ ગઈ છે. વળી, દેશમાં અત્યાર સુધી 1.58 લાખ લોકોના મોત આ બિમારીથી થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X