Mann Ki Baat: PM મોદીએ AI સમિટને ગણાવી શાનદાર, T-20 વર્લ્ડ કપનો પણ કર્યો ઉલ્લેખ
PM Modi Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 131માં એપિસોડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી વિશે વાત કરી હતી. PMએ AI અને તકનીકી પ્રગતિ વિશે જણાવ્યું કે, તે બદલાતા વિશ્વની ઓળખ છે. દિલ્હીમાં આયોજિત 'AI સમિટ'નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ મંચ પર ભારતની ટેકનિકલ ક્ષમતા અને ઇનોવેશનની તાકાત દુનિયા સામે મજબૂતીથી ઉભરી આવી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી AI સમિટ હતી, જેમાં યુવાનોની જબરદસ્ત ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

PMએ જણાવ્યું કે AI હવે માત્ર મોટા ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પશુપાલન અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રદર્શન દરમિયાન વૈશ્વિક નેતાઓ અને ટેક કંપનીઓના પ્રતિનિધિઓને આના ઉદાહરણો પણ બતાવવામાં આવ્યા હતા. દુનિયાએ જોયું કે AI દ્વારા પશુઓના રોગોની ઓળખ અને સારવારમાં મદદ મળી રહી છે.
PM Modi Mann Ki Baat: પીએમએ કહ્યું, 'AI હવે રોજિંદા જીવનનો ભાગ'
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતો હવે 24x7 AI આધારિત સિસ્ટમથી પોતાના ડેરી ફાર્મ અને પશુધનની દેખરેખ રાખી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર ટેકનોલોજી અને સાયન્સ સુધી મર્યાદિત નથી, તે આપણા સૌના રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. PMએ ઉમેર્યું, "ખેડૂતો અને ડેરી ઉત્પાદકો AIનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી ઉત્પાદન અને વ્યવસ્થાપન બંનેમાં સુધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં અમૂલ (Amul) ના બૂથનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમૂલે AI આધારિત ડેરી મેનેજમેન્ટ મોડલથી વિશ્વભરના નિષ્ણાતોને પ્રભાવિત કર્યા છે."
'સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ AIનો થઈ રહ્યો છે ઉપયોગ'
PMએ સાંસ્કૃતિક ક્ષેત્રમાં AIના ઉપયોગની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો અને પરંપરાગત જ્ઞાનને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવાની પહેલે ઘણા દેશોનું ધ્યાન ખેંચ્યું છે. AI ટેકનોલોજીના માધ્યમથી વારસાને નવી પેઢી માટે સુલભ અને ઉપયોગી બનાવવામાં આવી રહ્યો છે. PMએ કહ્યું કે આ ટેકનોલોજી સંસ્કૃતિ અને લોકકળાઓના સંરક્ષણમાં પણ મોટી ભૂમિકા ભજવી રહી છે.
T-20 વર્લ્ડ કપની પણ PMએ કરી ચર્ચા
'મન કી બાત' કાર્યક્રમમાં PM અવારનવાર રમતગમત અને ખેલાડીઓની ચર્ચા કરે છે. PMએ ICC T20 World Cup નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ટુર્નામેન્ટમાં ભારતીય મૂળના ખેલાડીઓનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે. ખાસ કરીને કેનેડાની ટીમમાં ઘણા ભારતીય મૂળના ખેલાડીઓ છે, જેઓ પોતાની રમતથી વૈશ્વિક મંચ પર ઓળખ બનાવી રહ્યા છે. PMએ કહ્યું કે આ ભારતીય પ્રતિભાની વૈશ્વિક ઓળખનો સંકેત છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
