Mann Ki Baat: PM મોદીએ વર્ષ 2025ની સિદ્ધિઓ વર્ણવી, 'ઓપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગર્વની વાત
Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના 129મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વર્ષ 2025ના આ અંતિમ સંબોધનમાં PM મોદીએ ભારતની સૈન્ય તાકાત, અવકાશ વિજ્ઞાનમાં મળેલી સફળતા અને રમતગમતના મેદાનમાં ભારતીય ખેલાડીઓના દબદબાનો ઉલ્લેખ કરી દેશવાસીઓમાં ગૌરવની લાગણી જગાડી હતી.

'ઓપરેશન સિંદૂર' અને રાષ્ટ્રીય સુરક્ષા
PMએ પોતાના સંબોધનમાં 'ઓપરેશન સિંદૂર'નો વિશેષ ઉલ્લેખ કરતા તેને રાષ્ટ્રીય સુરક્ષાનું નવું ધોરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મિશને સાબિત કર્યું છે કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ સાથે જ તેમણે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
In the 129th edition of Mann Ki Baat, PM Narendra Modi says, "This year, 'Operation Sindoor' became a symbol of pride for every Indian. The world clearly saw that today's Bharat does not compromise on its security. During 'Operation Sindoor', pictures of love and devotion towards… pic.twitter.com/6B03XHw8GK
— ANI (@ANI) December 28, 2025
વર્ષ 2025: રમતગમત અને વિજ્ઞાનમાં ભારતનો સુવર્ણકાળ
PM મોદીએ વર્ષ દરમિયાન મળેલી મોટી સફળતાઓની યાદી રજૂ કરી હતી.
In the 129th edition of Mann Ki Baat, PM Narendra Modi says, "2025 was also a memorable year in terms of sports. Our Men's Cricket team won the ICC Champions' Trophy. The women's cricket team won the World Cup for the first time. The daughters of Bharat created history by winning… pic.twitter.com/iXRGLaPdyK
— ANI (@ANI) December 28, 2025
- ક્રિકેટમાં ડબલ વિજય: ભારતીય પુરુષ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો.
- પેરા એથ્લેટ્સ: બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપના વિજેતાઓ અને પેરા ખેલાડીઓની પ્રશંસા કરતા PMએ તેમને દેશનું ગૌરવ ગણાવ્યા.
- સ્પેસ મિશન: શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા, જે વિજ્ઞાન ક્ષેત્રે ભારતની વધતી શક્તિ દર્શાવે છે.
- પર્યાવરણ: દેશમાં ચિત્તાઓની સંખ્યા વધીને 30થી વધુ થઈ ગઈ છે, જે વન્યજીવ સંરક્ષણની મોટી સિદ્ધિ છે.
આસ્થા અને સંસ્કૃતિનો સંગમ
PMએ પ્રયાગરાજ મહાકુંભ અને અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણના પળોને યાદ કરી ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો હતો. આ ઉપરાંત, વારાણસીની શાળાઓમાં તમિલ ભાષા શીખવવાના અભિયાનના વખાણ કરી તેને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
યુવાનો માટે 'યંગ લીડર્સ ડાયલોગ'
આગામી 12 જાન્યુઆરી (વિવેકાનંદ જયંતિ) ના રોજ આયોજિત થનારા 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' માટે PMએ યુવાનોને ખાસ આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં PM પોતે યુવાનો સાથે નવા ભારતના વિઝન પર સીધો સંવાદ કરશે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
