જ્યારે ગાઢ જંગલ વચ્ચે બેયર ગ્રિલ્સે મોદીને થમાવી દીધું ભાલું, તો મોદીએ આપ્યો આવો જવાબ..
જ્યારે ગાઢ જંગલ વચ્ચે બેયર ગ્રિલ્સે મોદીને થમાવી દીધું ભાલું, તો મોદીએ આપ્યો આવો જવાબ..
નવી દિલ્હીઃ દુનિયાના ચર્ચિત શો મેન વર્સિજ વાઈલ્ડનો નવો એપિસોડ 12 ઓગસ્ટે પ્રસારિત થશે. આ શોમાં પીએમ મોદી મશહૂર એડવેન્ચર હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે જોવા મળી રહ્યા છે. ડિસ્કવરી ચેનલના મેન વર્સિઝ વાઈલ્ડ શો અંતર્ગત પીએમ મોદી 'બિહાઈન્ડ સીન્સ'માં જોવા મળ્યા છે. આ એપિસોડનો એક નાનો ભાગ જેને ગ્રિલ્સે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે પીએમ મોદી સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે.

મોદીએ આપ્યો જવાબ
આ વીડિયોમાં બેયર ગ્રિલ્સ પીએમ મોદીને એડવેન્ચર દરમિયાન જંગલી અને ખતરનાક જાનવરોથી કેવી રીતે બચવું તે વિશે જણાવે છે. જેના માટે તે એક લાકડીમાં ચાકુ બાંધી ભાલા જેવું હથિયાર બનાવે છે અને પીએમ મોદીના હાથમાં આપી દે છે. ગ્રિલ્સ પીએમ મોદીને કહે છે કે આ જંગલી જાનવરોથી તમારી રક્ષા કરશે. ત્યારે વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આ જગ્યાને ખતરાની રીતે ન લેવી જોઈએ, જ્યારે આપણે પ્રકૃતિની વિરુદ્ધ જઈએ છીએ ત્યારે ખતરામાં હોઈએ છીએ. માણસ પણ ખતરનાક બની જાય છે. બીજી તરફ જો આપણે પ્રકૃતિ સાથે સામંજસ્ય બેસાડીએ તો તે પણ આપરો સહયોગ કરે છે.

બરાક ઓબામા પણ ભાગ લઈ ચૂક્યા છે
જણાવી દઈએ કે મેન વર્સેજ વાઈલ્ડ શોમાં તમે હંમેશા બેયર ગ્રિલસને જંગલોમાં મુશ્કેલ હાલાતોનો સામનો કરતા જોયો હશે. બિયર ગ્રિલ્સ આ શોમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરતા જણાવે છે કે જો તમે જંગલમાં ફસાઈ જાવ તો ખુદને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. આ શોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ભાગ લઈ ચૂક્યા છે. પરંતુ હવે ભારતના પીએમ નરેન્દ્ર મોદી પણ આ શોમાં જોવા મળશે. આ વિશે ખુદ બિયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી છે. બેયરે ટ્વીટ કરી લખ્યું કે દુનિયાના 180 દેશના લોકો પીએમ મોદીના અજાણ્યા રૂપને જોશે. તમે 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ચેનલ પર પીએમ મોદીનો આ શો જોઈ શકો છો.
અહીં જુઓ વીડિયો
બિયર ગ્રિલ્સે જે વીડિયો જાહેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે પીએમ મોદી એક ગાડીમાં છે. તેઓ શોના હોસ્ટ બેયર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી બેયર ગ્રિલ્સ સાથે હોડીમાં પણ બેઠેલા જોવા મળે છે. જેમાં બંને એકબીજા સાથે મજાકિયા અંદાજમાં વાતો કરતા જોવા મળે છે. વીડિયોમાં બેયર પીએમ મોદીને એક જેકેટ પણ ગિફ્ટ કરે છે. રસપ્રદ વાત તો એ છે કે પીએમ મોદી વીડિયોના એક બાગમાં હિન્દી ભાષામાં વાત કરે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
