મોદી આજે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની શરૂઆત કરશે
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનો શુભારંભ કરશે જે અંતર્ગત દેશમાં રોકાણ કરનારા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓનું રેડ કાર્પેટ વિસાવીને સ્વાગત કરવામાં આવશે. મોદી ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરશે જેથી દેશને વૈશ્વિક વિનિર્માણ કેન્દ્રના રૂપે વિકસિત કરવામાં આવી શકે અને રોજગાર તથા વૃદ્ધિને પ્રોત્સાહન મળી શકે છે. વડાપ્રધાન આજે બપોરે અમેરિકા જવા માટે રવાના થતા પહેલા સવારે 300 જેટલા પ્રમુખ ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિક ક્ષેત્રની હસ્તિઓની હાજરીમાં આ અભિયાનનો શુભારંભ કરશે.
સરકાર ભારતમાં રોકાણની સુગમતા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેમાં વ્યાવસાયિક એકમોની પૂછપરછ વગેરેનું 72 કલાકમાં જવાબ આપવા માટે એક યૂનિટની પર રચના કરવામાં આવશે. આ તમામ નિયામકીય પ્રક્રિયાઓની દેખરેખ પણ કરશે અને તેને સરળ બનાવશે. તેની સાથે અનુપાલનના બોઝને પણ ઓછુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે એવા 25 મહત્વપૂર્ણ વિસ્તારોની ઓળખ કરી છે જેમાં ભારત દુનિયામાં અગ્રણી સ્થિતિ હાસલ કરવાની ક્ષમતા રાખે છે. વડાપ્રધાન મોદી આ અવસર પર એક સામાન્ય પરિચય પુસ્તિકા ઉપરાંત ઉપરોક્ત મહત્વપૂર્ણ ચિહ્નિત ક્ષેત્રો અંગે અલગ-અલગ બ્રોશર જારી કરશે. જે મહત્વપૂર્ણ વિસ્તારો અલગ અલગ બ્રોશર જાર કરવામાં આવશે તેમાં વાહન, રસાયણ, આઇટી, ફાર્મા, પહેરવેશ, બંદરગાહ, વિમાનન, ચામડુ, પ્રવાસન અને આતિથ્ય, વેલનેસ અને રેલવેનો સમાવેશ થાય છે.
વિદેશી રોકાણકારોનું ભારતમાં આગમન અથવા પ્રસ્થાન પર રોકાણ સુવિધા સેલ તેમની મદદ કરશે. આ મુખ્ય રીતે હરિત અને આધુનિક વિનિર્માણ પર કેન્દ્રીત બનશે. આ કંપનિયોને વૈશ્વિક મૂલ્ય શ્રેણીનું મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં મદદ કરવામાં આવશે. આ અભિયાન રાષ્ટ્રીય ઉપરાંત રાજ્યસ્તર અને દેશની બહાર મિશનોમાં પણ રજૂ કરવાંમાં આવશે. આ ઉપરાંત તે ઘરેલુ કંપનીઓની પણ ઓળખ કરશે જે નવીનીકરણ અને નવી પ્રોદ્યોગિકીમાં અગ્રણી છે જેમાં વૈશ્વિક સ્તર પર ચેમ્પિયનના રૂપમાં સ્થાપિત કરવામાં આવી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
