પીએમ મોદીનો રાહુલ ગાંધીને સવાલ, હવે અદાણી-અંબાણીને ગાળો કેમ નથી દેતા? બોલો - કેટલા બોરી રુપિયા આવ્યા?
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેલંગાણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના પૂછ્યું કે તમે અંબાણી-અદાણીને ગાળો આપવાનું કેમ બંધ કર્યું?
પીએમ મોદીએ કહ્યું કે તમે જોયું જ હશે કે કોંગ્રેસના રાજકુમારો છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતાની સાથે માળા જપવાનુ શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનો રાફેલ મામલો ગ્રાઉન્ડ થયો છે, ત્યારથી તેમણે નવી માળા જપવાનુ શરૂ કર્યું છે. પાંચ વર્ષ સુધી એક જ માળાનો જાપ કરતા. પાંચ ઉદ્યોગપતિ-પાંચ ઉદ્યોગપતિ.

પછી ધીમે ધીમે તે કહેવા લાગ્યો, અંબાણી-અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી તેઓએ અંબાણી-અંદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. આજે હું તેલંગાણાની ધરતીને પૂછવા માંગુ છું કે રાજકુમારે આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે તે જાહેર કરવું જોઈએ.
કાળા નાણાની કેટલી બોરીઓ લીધી છે, શું ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ પાસે પહોંચી છે? આખરે શું ડીલ થઈ ગઈ, તમે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું, દાળમાં જરુર કંઈક કાળુ છે. અંબાણી-અદાણીને પાંચ વર્ષ સુધી ગાળો દીધી અને હવે ગાળો રાતોરાત બંધ થઈ ગઈ. મતલબ કે તમને ચોરીનો માલ ટેમ્પોમાં ભરી-ભરીને મળ્યો છે. આનો જવાબ દેશને આપવો પડશે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે સમાજના ગરીબ વર્ગની મદદ કરવાને બદલે ઉદ્યોગપતિઓને મદદ કરી રહી છે. તેમણે મોદી સરકાર પર ભારે મૂડીવાદનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે, આ તબક્કામાં કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ફ્યૂઝ ઉડી ગયો છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર લોકસભા ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ દેશની ક્ષમતાઓને બરબાદ કરી રહી છે. તમે મને કહો કે કોંગ્રેસે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી કે નહીં. કૃષિ અને કાપડ સદીઓથી દેશની તાકાત છે, પરંતુ કોંગ્રેસે તેમને પણ બરબાદ કરી દીધા. દેશની તમામ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે.
Why has Shahzade Ji stopped talking of Ambani and Adani in this election all of sudden? People are smelling a secret deal… pic.twitter.com/y5A87E6dfi
— Narendra Modi (@narendramodi) May 8, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
