માતાને અંતિમ વિદાય આપીને તરત જ કામે લાગ્યા પીએમ મોદી, હાવડા-જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડા-જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યુ હતું. અહીં તેમની સાથે મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અવસાન થયુ છે અને અંતિમ વિદાય આપ્યા બાદ પીએમ મોદી તરત જ કામે લાગ્યા છે. પીએમ મોદીએ પશ્વિચ બંગાળથી શરૂ થતી નવી વંદે ભારત એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યુ હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રન્સ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યુ હતુ. હાવડામાં આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેન્દ્રિય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજર હતા.
આ દરમિયાન મતતા બેનર્જીએ કાર્યક્રમમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતા તરફથી હું આ લાભ આપવા માટે ધન્યવાદ વ્યક્ત કરૂ છુ. અહીં મમતા બેનર્જીએ પીએમ મોદીના માતા હિરાબાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, આ તમારા માટે દુઃખદ દિવસ છે. તમારી માતા અમારી માતા છે. ભગવાન તમને કાર્ય ચાલુ રાખવાની શક્તિ આપે, કૃપા કરીને થોડો આરામ કરો.
અહીં તમને જણાવી દઈએ કે આજે સવારે જ પીએમ મોદીની માતા હિરાબાનુ અવસાન થયુ છે. હિરાબાએ વહેલી સવારે અમદાવાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ તેમને મુખાગ્નિ આપી અંતિમ વિદાય આપી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
