PM અને આ પોલીસ ઓફિસરની મુલાકાતનું કારણ છે ખૂબ રસપ્રદ!
પીએમ મોદીએ યુપીના લખનઉના સબ-ઇન્સ્પેક્ટરની યોગની કવિતા માટે તેમને મળીને અભિનંદન આપ્યા હતા.
આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક સબ ઇન્સ્પેક્ટરને સન્માનિત કર્યા છે. લખનઉના દારોગા કુલદીપ સિંહ સબ ઇન્સ્પેક્ટર છે અને તેમણે યોગ વિશે એક કવિતા લખી છે. આ વાત જાણી પીએમ મોદી અત્યંત ખુશ થયા હતા અને તેમણે દારોગાને અભિનંદન કરતાં તેમનું સન્માન કર્યું હતું. કુલદીપ સિંહ પહેલા સબ ઇન્સ્પેક્ટર છે, જેમની સાથે પીએમ મોદીએ ખાસ મુલાકાત કરી તેમને અભિનંદન આપ્યા છે.

કુલદીપ સિંહ દારોગાએ યોગના ફાયદાઓ ગણાવતી એક કવિતા લખી હતી, કવિતાની શરૂઆતમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે યોગના આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટે તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસ્થાપિત કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના પ્રયાસોને કારણે જ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે, આ માટે પીએમ મોદીએ જ યૂએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉના રમાબાઇ અંબેડકર મેદાનમાં લોકો સાથે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 60 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા, અનેક શાળાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામે આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ લગભગ 80 મિનિટ સુધી ભાગ લીધો હતો, તેઓ સવારે 6.30 વાગ્યે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઇક સહિત તમામ અધિકારીઓ અને નેતાઓએ ભાગ લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
