વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ ડે પર અભિનંદન આપતાં કહ્યું - એરફોર્સ હિંમત અને મહેનતનું નામ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેવાયુસેના દિવસ નિમિત્તે તમામ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, ભારતીય વાયુસેના સખત મહેનત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજેવાયુસેના દિવસ નિમિત્તે તમામ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, ભારતીય વાયુસેના સખત મહેનત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેમણે પોતાની માનવ ભાવના દ્વારા અને પડકારોના સમયમાં દેશનું રક્ષણ કરીને પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1932માં આ દિવસે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આઝાદી પહેલા વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું, પરંતુ 1947 બાદ રોયલ શબ્દ છોડી દેવામાં આવ્યો અને ભારતીય વાયુસેના બની ગઈ હતી.
વર્ષ 1933માં જ્યારે 1 એપ્રિલના રોજ વાયુસેનાનું પ્રથમ સ્ક્વોડ્રન તૈયાર કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાં 6 વાયુદળના તાલીમ પામેલા અધિકારીઓ અને 19 સૈનિકો હતા. આઝાદી પહેલા વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી, પરંતુ ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ, એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલમહર્સ્ટે તેને સેનાથી અલગ કરી દીધું હતું, ત્યારબાદ તેને ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ બનાવવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ, 1947 થી 22 ફેબ્રુઆરી, 1950 સુધી તેઓ વાયુસેનાના વડા રહ્યા હતા.
ભારતીય વાયુસેનાના સૂત્ર વિશે વાત કરીએ તો તે છે નભહ સ્પશમ દીપ્તમ. આ વાક્ય ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે ગર્વ સાથે આકાશને સ્પર્શ કરવો. આ વાક્ય ભગવાન કૃષ્ણે અર્જુનને આપેલા સંદેશ દરમિયાન કહ્યું હતું. વાયુસેનાના ધ્વજની વાત કરીએ તો તે વાદળી રંગનો છે, જ્યારે એક ક્વાર્ટર ભાગ તિરંગાથી બનેલો છે. આ ધ્વજને વર્ષ 1951માં વાયુસેના દ્વારા અપનાવવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
