PM મોદીનો જલવોઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને પછાડીને બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, જુઓ યાદી
PM Narendra Modi Become World Most Popular Leader: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મૉર્નિંગ કન્સલ્ટ મુજબ, PM નરેન્દ્ર મોદી 76 ટકાના અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના નેતાઓમાં ટોચ પર છે.
યુએસ સ્થિત કન્સલ્ટન્સી ફર્મના 'ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ ટ્રેકર' અનુસાર, ભારતમાં 76 ટકા લોકો પીએમ મોદીના નેતૃત્વને મંજૂરી આપે છે, જ્યારે 18 ટકા લોકો તેની સાથે સહમત નથી. 6 ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નથી.

મૉર્નિંગ કન્સલ્ટના સર્વેમાં મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા ક્રમે આવ્યા હતા. તેમને 66 ટકા લોકોએ સ્વીકાર્યો છે. ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ હતા. તે 58 ટકાના અપ્રુવલ રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને માત્ર 37 ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે. જેના કારણે તેઓ 8માં સ્થાને રહ્યા.
આ સર્વેમાં ઈટાલીના પીએમ જ્યૉર્જિયા મેલોનીને 41 ટકા રેટિંગ મળ્યું છે. તે છઠ્ઠા સ્થાને છે. મૉર્નિંગ કન્સલ્ટે પીએમ મોદીને વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય અને વિશ્વાસપાત્ર નેતા ગણાવ્યા છે. સર્વેમાં 76 ટકા લોકોએ પીએમ મોદીના કામની પ્રશંસા કરી છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 31 ટકા રેટિંગ મળ્યું છે. યુકેના પીએમ ઋષિ સુનકનું રેટિંગ 25 ટકા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું રેટિંગ માત્ર 24 ટકા છે. પીએમ મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીએ હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં જંગી જીત નોંધાવ્યા બાદ આ રેટિંગ આવ્યા છે.
PM Modi remains global leader with highest approval ratings: Morning Consult
— ANI Digital (@ani_digital) December 8, 2023
Read @ANI | https://t.co/HJVxzovoRv#PMModi #GlobalLeader #NarendraModi pic.twitter.com/Y6KVHgOu8E
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
