PM મોદી સંસદની નવી બિલ્ડીંગ જોવા પહોંચ્યા, જુઓ ફોટો

નવી દિલ્હી : પીએમ મોદી આજે સંસદની નવી ઇમારતના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં પહોંચેલા પીએમ મોદી સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા અધિકારીઓ હાજર હતા. અહેવાલો અનુસાર, નવી સંસદ ભવનનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી એક કલાકથી વધુ સમય સુધી પરિસરમાં રહ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યુ કે, વડાપ્રધાન મોદીએ સંસદના બંને ગૃહોમાં વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું અને ભવિષ્યમાં આપવામાં આવનારી સુવિધાઓની ઝાંખી મેળવી હતી. તમને જણાવી દઈએ, કે કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ સંસદ ભવનનું નવું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગમાં તમામ સભ્યોની બેઠકો પર ડીજીટલ સ્ક્રીન જેવી સુવિધાઓ હશે.
Delhi | PM Narendra Modi went for a surprise visit to the new Parliament building. He spent more than an hour and inspected various works along with observing the facilities coming up at both houses of the Parliament: Sources pic.twitter.com/jecEv7fVBT
— ANI (@ANI) March 30, 2023
8 સપ્ટેમ્બરે પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કર્તવ્ય પાથ પાસે બનેલી આ પ્રતિમા ઈન્ડિયા ગેટ પાસે આવેલી છે.
અહેવાલો અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા એવન્યુમાં ઘન કચરાનું વ્યવસ્થાપન, વરસાદી પાણીનું વ્યવસ્થાપન, વપરાયેલ પાણીનું રિસાયક્લિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, જળ સંરક્ષણ અને ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગ જેવી ઘણી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
