વારાણસી પહોંચ્યા પીએમ મોદી, સિક્સ લેન રોડ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. સોમવારે બપોરે તેઓ ખાસ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. સોમવારે બપોરે તેઓ ખાસ વિમાન દ્વારા વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન, પ્રયાગરાજના હંડિયાથી વારાણસીના રાજતાલાબ સુધીના સિક્સ લેન રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગ બાદ તે દેવ દીપાવલી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ રાજઘાટ ખાતે પ્રથમ દીવો પણ પ્રગટાવશે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ગુરુ નાનક જયંતિ અને દેવ દીપાવલી નિમિત્તે વારાણસીની પાયાની સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આનાથી પ્રયાગરાજ તેમજ વારાણસીને ફાયદો થશે. પાછલા વર્ષોમાં કાશીના બ્યુટિફિકેશનની સાથે, હવે આપણે અહીં કનેક્ટિવિટી પર કરવામાં આવેલ કામોનો ફાયદો જોઈ શકીએ છીએ. વડા પ્રધાનના જણાવ્યા અનુસાર વારાણસી અને તેની આસપાસના માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે જેથી નવા હાઇવે, ફ્લાયઓવર, ટ્રાફિક જામ ઓછો થઈ શકે છે.
રજતલાબ-હાંડિયા સિક્સ લેન હાઇવેના નિર્માણ માટે રૂ. 2,447 કરોડનો ખર્ચ થયો છે. પહોળો અને છ લેનનો એનએચ -19 નો હાઇવે 73 કિલોમીટર લાંબો હવે પ્રયાગરાજથી બનારસ સુધીનું એક કલાકનું અંતર ઘટાડશે. બે મોટા શહેરોને જોડતો આ હાઇવે વર્ષોથી ચાલુ છે. આજે જ્યારે પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે હાઇવેનું વિધિવત લોકાર્પણ કરાયું હતું.
આ પણ વાંચો: કોરોના સંકટ વચ્ચે સરકારે 4 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક, પીએમ મોદી કરશે અધ્યક્ષતા
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ










Click it and Unblock the Notifications
