યુપીમાં સાતમાં તબક્કાનુ મતદાન, પીએમે કહ્યુ - લોકતંત્રના મહાયજ્ઞની પૂર્ણાહૂતિનો દિવસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ વાસીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશવાસીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ઉત્તર પ્રદેશમાં આજે લોકતંત્રના મહાયજ્ઞની પૂર્ણાહુતિનો દિવસ છે બધા મતદારોને મારો આગ્રહ છે કે તે વિધાનસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનમાં પૂરા ઉત્સાહથી ભાગ લે અને વોટિંગનો નવો રેકૉર્ડ બનાવે. વળી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્યની જનતાને અંતિમ તબક્કામાં ઉત્સાહથી વોટ કરવાની અપીલ કરી છે.

modi

યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યુ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે અંતિમ તબક્કો છે. બધા સમ્માનિત મતદાતાગણ રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનની વિજય માટે મતદાન જરુર કરે. તમારે એક વોટ માફિયાવાદીઓ, હુલ્લડવાદીઓ અને ઘોર પરિવારવાદીઓથી તમારા રાજ્યને બચાવશે. માટે પહેલા મતદાન કરો પછી જલપાન કરો. વળી, આ પહેલા એક વીડિયો સંદેશ જાહેર કરીને યોગી આદિત્યનાથે કહ્યુ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પોતાના નિર્ણાયક દોરમાં આવી ચૂકી છે. અત્યાર સુધી છ તબક્કામાં થયેલ મતદાનનુ રૂઝાન ભાજપના પક્ષમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં એક મજબૂત, સ્થાયી અને દમદાર સરકાર બનાવવા માટે સાતમાં તબક્કાનુ મતદાન અત્યંત મહત્વપૂર્ણ છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપની ડબલ એન્જિનની સરકારે જે પણ કર્યુ તે પૂરી શ્રદ્ધા અને પ્રતિબદ્ધતા સાથે કર્યુ. તમારા ભરોસાનુ માન રાખીને અમે જે કહ્યુ તે કરીને બતાવ્યુ છે. છેલ્લા પાંચ વર્ષોમાં યુપીમાં ખૂબ જ અભૂતપૂર્વ થયુ છે. પહેલી વાર છે જ્યારે એક લાખ ગામાં વિજળી પહોંચી છે. અમુક લોકો કદાચ કલ્પના ના કરી શકે કે આનાથી કરોડો લોકોના ઘરમાં શું ફેરફાર આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે બે કરોડ 61 લાખ ઘરોમાં શૌચાલયની સુવિધા આપી છે. આ અમારા માટે મત મેળવવાનુ સાધન નથી પરંતુ સ્વચ્છતાથી વધુ, આ અમારા માટે નારી ગરિમા અને સુરક્ષાનો પ્રશ્ન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X