અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી, શાહ સહિત ઘણા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમની પહેલી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ દિગ્ગજ નેતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમની પહેલી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત તમામ દિગ્ગજ નેતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સદૈવ અટલ મેમોરિયલ પહોંચ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અટલજીના મેમોરિયલ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018ના રોજ લાંબી બિમારી બાદ નિધન થઈ ગયુ હતુ.

PM

અટલ બિહારી વાજપેયી પહેલા બિન કોંગ્રેસી નેતા હતા જેમણે પ્રધાનમંત્રી તરીકે પોતાના પાંચ વર્ષના કાર્યકાળને સફળતાપૂર્વક પૂરો કર્યો. તેમણે વર્ષ 2015માં દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીના સ્મારક સ્થળને પીએમ વાજપેયીના કવિ, માનવતાવાદી અને મહાન નેતાની છબીને દર્શાવવમાં આવી છે. અહીં નવ નક્કાશીવાળી દિવાલો પર તેમની કવિતાઓ અંકિત છે. માહિતી અનુસાર અટલ સ્મારકના નિર્માણ માટે એક પણ વૃક્ષને કાપવામાં આવ્યુ નથી. અટલ સ્મૃતિનું નિર્માણ સીપીડબ્લ્યુ દ્વારા 10.51 કરોડની કિંમતે કરવામાં આવ્યુ છે. આ પરિયોજનાને અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટી દ્વારા ફંડ કરવામાં આવ્યુ છે.

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો. તે દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે માત્ર 13 દિવસ સુધી સરકાર ચલાવી હતી. જો કે 1999થી 2004 સુધી અટલ બિહાર વાજપેયીએ પાંચ વર્ષ સુધી પ્રધાનમંત્રી તરીકે સરકારનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તે એવા પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી હતા જેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી હતી. તે પાંચ દશક સુધી સંસદ હતા. દસ વાર લોકસભા સાંસદ અને બે વાર તે રાજ્યસભા સાંસદ હતા. 2009માં તેમણે સક્રિય રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X