PM Birthday: વડાપ્રધાન મોદી આજે 72 વર્ષના થયા, દેશભરમાં રક્તદાનથી લઈને અનેક કાર્યક્રમનુ આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે દેશભરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે 72 વર્ષના થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે શનિવારે દેશભરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. નવી દિલ્લીની સફદરજંગ હૉસ્પિટલ ખાતે રાષ્ટ્રવ્યાપી રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મેગા રક્તદાન શિબિરનુ પણ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સફદરજંગ હૉસ્પિટલ પરિસરની અંદર એક કામચલાઉ હૉસ્પિટલમાં આયોજિત કેમ્પની મુલાકાત લેવાના છે. કેમ્પ સવારે 10 કલાકે શરૂ થશે. સ્વૈચ્છિક રક્તદાન અભિયાન 1લી ઓક્ટોબર સુધી ચાલશે, આ દિવસ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે.

જાણો કયા રાજ્યમાં કેવી રીતે મનાવવામાં આવશે પીએમ મોદીનો જન્મદિવસ
- દિલ્લી ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં પણ રક્તદાન શિબિરોનુ આયોજન કરવામાં આવશે. દિલ્લીના અન્ય કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વને દર્શાવતા પ્રદર્શનોનો સમાવેશ થાય છે. હરિયાણા સરકાર દ્વારા જાહેર કાર્યાલયમાં મોદી@20 વર્ષ પર પુસ્તક વેચતા બુક સ્ટોલનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
- ભારતીય જનતા પાર્ટી(BJP) અનેક રાજ્યોમાં કાર્યક્રમોનુ આયોજન કરશે. દરેક જિલ્લામાં રક્તદાન શિબિરો ઉપરાંત ભાજપનુ મધ્યપ્રદેશ એકમ સેવા પખવાડા નામના કાર્યક્રમ હેઠળ ઘરેલુ સર્વેક્ષણ દ્વારા કેન્દ્રની યોજનાઓના સો ટકા અમલીકરણની ખાતરી કરશે.
- હરિયાણા ભાજપે પણ 2 ઓક્ટોબર સુધી દિવસમાં ઓછામાં ઓછો એક કાર્યક્રમ યોજવાનુ આયોજન કર્યુ છે.
- રાજસ્થાનમાં ભાજપે 15 દિવસમાં વિવિધ જિલ્લા-સ્તરના કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે. જેમાં રક્તદાન શિબિરથી લઈને મફત આરોગ્ય તપાસ શિબિરો અને કૃત્રિમ અંગો અને સાધનોના વિતરણનો સમાવેશ થાય છે.
- ભાજપ હિમાચલ પ્રદેશમાં 2 ઓક્ટોબર સુધી રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ અભિયાન સહિત કાર્યક્રમોનુ આયોજન કરશે.
- પંજાબમાં સ્થાનિક ભાજપ એકમ 4,000 રોપા રોપશે અને ચંદીગઢમાં મફત આરોગ્ય શિબિરનુ આયોજન કરશે.
- કર્ણાટકમાં સરકાર 15 દિવસની આરોગ્ય ઝુંબેશ શરૂ કરશે. જેમાં બિન-ચેપી રોગો વિશે સ્ક્રીનીંગ અને જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- રક્તદાન અભિયાન ઉપરાંત મોટાભાગના રાજ્યો પીએમના જન્મદિવસની ઉજવણી માટે અન્ય ઘણા કાર્યક્રમોનુ આયોજન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યુ હતુ કે, 'અમે આશા રાખીએ છીએ કે શિબિરોમાં લક્ષિત વસ્તીનો મોટો હિસ્સો હશે અને આ કાર્યક્રમ એક મોટી સફળતામાં પરિણમશે.'
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
