પાયલોટ-ગહલોત વિવાદનું કોકડું ઉકેલાયું! બેઠક બાદ પાર્ટીએ કર્યો દાવો
કોંગ્રેસ નેતૃત્વ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને પાર્ટી નથી ઈચ્છતી કે, આ બંને વચ્ચેની લડાઈ ચૂંટણી પરિણામો પર અસર કરે. સોમવારના રોજ ફરી એકવાર હાઈકમાન્ડ દ્વારા બંને નેતાઓ વચ્ચે સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ પણ આવા પ્રયાસો થયા છે, પરંતુ આ લડાઈ અંત આવી શક્યો ન હતો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ સોમવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી, જે બાદ પાર્ટીએ નિર્ણય લીધો હતો કે, અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને ભાજપ વિરુદ્ધ સંયુક્ત લડાઈમાં સાથે મળીને ચૂંટણી લડશે. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખવિંદર સિંહ રંધાવા પણ હાજર હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવાસસ્થાને બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગેહલોત અને પાયલોટની હાજરીમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીની સાથે અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે બેઠક કરી હતી. એક કલાકની વાતચીત બાદ બંને નેતાઓએ નક્કી કર્યું છે કે, તેઓ એકસાથે ચૂંટણી લડશે અને અમે રાજસ્થાનની ચૂંટણી ચોક્કસપણે જીતીશું.
ગહલોત અને પાયલટ સાથે અલગ-અલગ વાતચીત - એવું કહેવામાં આવી રહ્યું છે કે, મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખવિંદર સિંહ રંધાવાએ પહેલા ગહલોત અને પછી પાયલટ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન પાયલટને જગ્યા આપવામાં આવી રહી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ખરગે અને ગહલોત વચ્ચેની પહેલી મુલાકાતમાં કોઈ ઉકેલ ન આવી શક્યો, જે બાદ રાહુલે ગહલોતને ફોન મામલો ઉકેલવા વિનંતી કરી હતી. જે બાદ રાહુલ કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા અને રાજસ્થાન પ્રભારી રંધાવાને પણ બોલાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ સોમવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખવિંદર સિંહ રંધાવા પણ આ બેઠકમાં હાજર હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
