મહા કુંભઃ નાગા સાધુઓ અને ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન, તસવીરો
આખી દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે જાણીતો કુંભનો મેળો શરૂ થવાના આરે છે જેની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઇ છે. આ મેળો હંમેશથી દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે નાગા સાધુ તો આવે જ છે સાથે સાથે દુનિયાભરના પ્રવાસીઓ પણ આ મેળામાં સહર્ષ ઉમટી પડે છે. કુંભનો મેળો 12 વર્ષમાં માત્ર એક વખત જ થાય છે. કુંભનો મેળો એકમાત્ર એવો મેળો છે જ્યાં કોઇ નદીમાં ડૂબકી લગાવીને પવિત્ર થવા, તો કોઇ ધાર્મિક કાર્ય કરવા માટે, તો કોઇ આ મેળામાં આનંદ માણવા માટે અત્રે ઉમટી પડે છે.
કુંભનો મેળો ઇલાહાબાદમાં આવેલા સંગમ તટ પર થાય છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ અને પોષ પૂર્ણિમાંના દિવસે અત્રે સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તી થાય છે. માટે આ દિવસે અહીં સ્નાન કરવા માટે દુનિયાભરમાંથી તિર્થયાત્રીઓ આવે છે અને પૂણ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ મેળો એક માસ સુધી ચાલતો રહે છે.
ઉત્તરપ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટ ઉમટેલા સામાન્ય ભક્તો અને શ્રદ્ધાળુઓને અલ્હાબાદમાં વિવિધ અખાડાઓના નાગા બાવાઓના જુદા જુદા સ્વરૂપો જોવા મળ્યા હતા. અહીં કુંભના મેળામાં સ્નાન લઇ રહેલા નાગા સાધુઓ અને ભક્તોની તસવીરો રજુ કરવામાં આવી છે.

મહા કુંભમાં સાધુ
અલ્હાબાદ ખાતે મહા કુંભમાં આવેલા સાધુ.

પ્રભુને પ્રાર્થના કરતી મહિલાઓ
મહા કુંભ મેલામાં સંગમ તટે સ્નાન પૂર્ણ કર્યા બાદ પ્રાર્થના કરી રહેલી મહિલાઓ.

મહા કુંભમાં શિલ્પા શેટ્ટી
મહા કુંભ ઉત્સવ દરમિયાન ઉદ્યોગપતિ જીપી હિન્દુજા અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હવનમાં ભાગ લીધો હતો.

નાગા સાધુઓનં વિશેષ સ્નાન
કુંભ મેળાની શરૂઆતે મકર સંક્રાન્તિના દિવસે નિર્મળ અખાડાના નાગા સાધુઓ દ્વારા વિશેષ સ્નાન કરવામાં આવ્યું હતુ.

ત્રિવેણી સંગમમાં સ્નાન
ગંગા, યમુના અને સરસ્વતિના ત્રિવેણી સંગમ ખાતે મકર સંક્રાન્તિના દિવસે મોટી સંખ્યમાં ભક્તો એકઠા થયા હતા અને સ્નાન કર્યું હતું.

જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા સ્નાન
ત્રિવેણી સંગમ ખાતે જુના અખાડાના નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાન્તિના દિવસે કરવામાં આવતું આ તેમનું પ્રથમ સ્નાન છે.

સાધુનું શાહી સ્નાન
મકર સંક્રન્તિના દિવસે કુંભ મેળામાં સાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
