મુંબઇઃ મહિલા ફોટોગ્રાફર સાથે ગેંગરેપ, આરોપી પકડાયા
મુંબઇ, 23 ઑગસ્ટઃ મુંબઇમાં એક શરમજનક ઘટના ઘટી છે. મહાલક્ષ્મી વિસ્તારમાં એક મહિલા ફોટોગ્રાફર સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના ગુરુવારે સાંજે ઘટી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આરોપીઓને પકડી લેવામા આવ્યા છે અને પીડિતાના મિત્ર સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા, જેને મિત્રએ ઓળખી લીધા છે. આ વચ્ચે એ પણ જાણવા મળ્યું છે કે, પકડાયેલા આરોપીમાંથી એકે પોતાનો ગુનો કબુલી લીધો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે એક અંગ્રેજી સમાચારપત્રને કહ્યું કે, સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. મહિલા ફોટોગ્રાફર એક પત્રિકા માટે કામ કરે છે અને એક અસાઇન્મેન્ટ બાબતે ફેમસ સ્ટૂડિયો પાસે શક્તિ મિલ્સ કમ્પાઉન્ડમાં ગઇ હતી. સમાચારો અનુસાર અંદાજે સાંજે છ વાગ્યે મહિલા ફોટોગ્રાફર ત્યાં ગઇ, જ્યાં આરોપીએ તેમના સાથીને બાંધી દીધો અને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. શક્તિ મિલ્સ કમ્પાઉન્ડ ડ્રગ્સ એડિક્ટ લોકો માટે બદનામ છે. મહિલા ફોટોગ્રાફર રાત્રે 10 વાગ્યે પેદ્દાર રોડ પર સ્થિત જસલોક હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલ ઓથોરિટીએ એનએમ જોશી માર્ગ પોલીસને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી છે.
જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે, મહિલા ફોટોગ્રાફર હોસ્પિટલ કેવી રીતે પહોંચી, તેમજ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસની તપાસ ટૂકડી ઘટના સ્થળે પહોંચી છે અને મામલાની તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર પોલીસ દ્વારા 20 લોકોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે જારી કર્યા સ્ક્રેચ
મુંબઇ પોલીસ દ્વારા પીડિત મહિલા ફોટોગ્રફારના સહકર્મીની મદદથી બળાત્કારીઓના સ્ક્રેચ ત્યાર કર્યા છે અને બળાત્કારીઓને પકડી પાડવા કવાયદ હાથ ધરી છે.

18 ટૂકડીઓ કરાઇ તૈયાર
મુંબઇ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સહિત 18 પોલીસ ટૂકડીઓ તૈયાર કરવામાં આવી છે. માહિતી અનુસાર પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

પાંચ લોકોએ કર્યો હતો બળાત્કાર
મહિલા ફોટોગ્રાફર પોતાના કોઇ અસાઇન્મેન્ટ માટે શક્તિ મિલ તરફ ગઇ હતી ત્યારે પહેલા બે શખ્સોએ તેને અને તેના સહકર્મીને બંધક બનાવ્યા અને બાદમાં અન્ય સાથીદારોને બોલાવીને મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલા ફોટોગ્રાફર અને સહકર્મી સાથે મારપીટ
એટલું જ નહીં પરંતુ આ હવસખોરોએ મહિલા ફોટોગ્રાફર અને તેની સાથે આવેલા સહકર્મી સાથે મારપીટ પણ કરી હતી. હાલ બન્ને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

કોણે શું કહ્યું
રાજીવ પ્રતાપ રુડી, ભાજપઃ આ એક રાષ્ટ્રીય અપરાધ છે
કપીલ સિબ્બલ, કોંગ્રેસઃ આપણે મજબૂત કાયદો લાવો પડશે
મીરા કુમાર, લોકસભા અધ્યક્ષઃ સંસદ તેના પર ઉચિત પગલાં ભરશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
