બોધગયા વિસ્ફોટઃ તસવીરોમાં લોહી, વિસ્ફોટ, મુલાકાત અને વિરોધ
પટના, 8 જુલાઇઃ રવિવારે વહેલી સવારે બિહારના બોધગયા ખાતે આવેલા બુદ્ધના પવિત્ર સ્થળ મહાબોધિ ખાતે શ્રેણીબદ્ધ નવ વિસ્ફોટ થયા હતા જ્યારે બે બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં બે સાધુઓને ઇજા પહોંચી હતી. એક તરફ બિહારના મુખ્યમંત્રી દ્વારા ઘટના સ્થળની મુલાકાત કરવામાં આવી હતી, તો બીજી તરફ દેશભરમાં અને બિહારમાં આ વિસ્ફોટનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે, ક્યાંક લોકો એકઠાં થઇને વિરોધ કરી રહ્યાં છે, તો ક્યાંક સાધુઓ દ્વારા મૌન વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો ક્યાંક આતંકવાદીઓના પુતળા સળગાવવામાં આવી રહ્યાં છે.
આ બધાની વચ્ચે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ હુમલાને અંજામ આપનારાઓને પકડવા માટેની કવાયદ હાથ ધરવામાં આવી રહી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી બોધગયાના મહાબોધિ ખાતે થયેલા વિસ્ફોટ બાદની ઘટનાનો તસવીરો થકી ચિતાર મેળવીએ.

ઘટનાસ્થળે એનઆઇએની ટીમ
બોધગયાના મહાબોધિ મંદિર ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા બાદ ઘટનાસ્થલે નિરિક્ષણ કરી રહેલી એનઆઇએની ટીમ.

બોમ્બને કરાયો નિષ્ક્રિય
બોધગયામાં એક હોટલ નજીક મળેલા બોમ્બને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.

સુરક્ષા કર્મી દ્વારા સ્થળ નિરિક્ષણ
બોઘગયાના મહાબોધિ મંદિરના પરિસરમાં નિરિક્ષણ કરી રહેલા સુરક્ષા કર્મીઓ.

સ્થળનું નિરિક્ષણ
એક પછી એક નવ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા બાદ સુરક્ષા કર્મીઓ દ્વારા ઘટના સ્થળનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે.

પૂજાના સ્થળનું નિરિક્ષણ
બોધગયાના બોધિ વૃક્ષ કે જ્યાં શ્રદ્ધાળુંઓ દ્વારા પૂજા કરવામાં આવે છે, તે સ્થળનું નિરિક્ષણ કરી રહેલા સુરક્ષા કર્મીઓ.

કેન બોમ્બ
બોધગયામાં મહાબોધિ મંદિર પાસેથી મળી આવેલા કેન બોમ્બ સાથે સુરક્ષા કર્મીઓ.

મહાબોધિ ખાતે કડક સુરક્ષા
શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ મહબોધિ મંદિર બહાર સુરક્ષા કર્મીઓને તેનાત કરી દેવામાં આવ્યા હતા.

મહાબોધિમાં વેરાયુ લોહી
મહાબોધિમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં બે લોકોને ઇજા પહોંચી હતી. વિસ્ફોટ બાદ મહાબોધિ મંદિરની ભૂમિ પર લોહીના ડાઘ જોવા મળી રહ્યાં છે.

ઇજાગ્રસ્ત સાધુ
બોધગયામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા સાધુને તત્કાળ સારવાર આપવામાં આવી હતી.

બોધગયાના મંદિર બહાર પૂજા
રવિવારે વહેલી સવારે બોધગયામાં મહાબોધિ મંદિરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ મંદિર બહાર પૂજા કરી રહેલા બુદ્ધિસ્ટ સાધુઓ.

ઘટના સ્થળે એકત્ર થયેલા સાધુઓ
શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ મહાબોધિ મંદિર પાસે એકત્ર થયેલા સુરક્ષા કર્મીઓ અને બુદ્ધિસ્ટ સાધુઓ.

ભાજપ દ્વારા વિરોધ
રવિવારે મહાબોધિ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા બાદ બિહારની વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મુંબઇમાં પણ બુદ્ધિસ્ટ કોમ્યુનિટી દ્વારા વિરોધ
મુંબઇમાં ચિત્યભૂમી દાદર ખાતે બુદ્ધિસ્ટ કોમ્યુનિટી દ્વારા બિહારના બોધગયામાં મહાબોધિ ખાતે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બુદ્ધ સાધુઓ દ્વારા મૌન વિરોધ
કોલકતા ખાતે બોદ્ધ સાધુઓ દ્વારા બોધગયાના મહાબોધિ ખાતે થયેલા વિસ્ફોટના વિરોધમાં મૌન વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિહિપે બાળ્યા આતંકીઓના પુતળાં
રાંચી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા બોધગયામાં બુદ્ધ મંદિર બહાર થયેલા વિસ્ફોટ બાદ આતંકવાદીઓના પુતળાં બાળ્યા હતા.

ડીજીપી સાથે સીએમની ચર્ચા
બોધગયાના મહાબોધિ મંદિરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા બાદ બિહાર ડીજીપી અભ્યાનંદ સાથે ચર્ચા કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર.

મહાબોધિની મુલાકાતે સીએમ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ મહાબોધિ મંદિરની મુલાકાત લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
