Phalodi Satta Bazar : નરેન્દ્ર મોદી સરકાર જવાના એંધાણ? જાણો શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર
જેમ જેમ લોકસભા ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ચહેરા પરની રેખાઓ બદલાઈ રહી છે. હવે આ બન્ને નેતાઓને ટેન્શન આવે તેવી વાત ફલોદી સટ્ટા બજારે કરી દીધી છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે 13 મેના રોજ થઈ રહ્યું છે. 1 કેન્દ્રશાસિત પ્રદેશ અને 9 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ફલોદી સટ્ટા બજારના ભાવો પણ મતદાનના દરેક તબક્કા પહેલા અને પછી નીચે જતા રહે છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં અડધીથી વધુ લોકસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે.

દેશમાં ત્રીજી વખત મોદી સરકાર અને 400 પારનો દાવો બીજેપી ભલે કરે પરંતુ રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર, જે ચૂંટણીમાં સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત બન્યું છે તે સહમત નથી.
લોકસભા ચૂંટણી 2024 દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહી છે. દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં બીજેપીની સ્થિતિ સતત નબળી પડી રહી છે. અત્યાર સુધી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી 300 બેઠકો પણ નહીં મેળવી શકે.
દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. ત્રણ તબક્કામાં 283 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અત્યાર સુધીના મતદાનના આધારે ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296-300 બેઠકો જીતી શકે છે જ્યારે NDA સહિત આ આંકડો 329 થી 332 સુધી પહોંચી શકે છે.
ચોથા તબક્કાના મતદાન પહેલા ફલોદી સટ્ટાબજારમાં સટોડિયાઓ કોંગ્રેસને 58 થી 62 સીટો આપી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન સુધી ફલોદીના લોકો ભાજપને 307 થી 310 બેઠકો આપી રહ્યા હતા.
હવે ઘણી જગ્યાએ ઓછા મતદાનને સત્તા વિરોધી લહેર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં, ફલોદી સટ્ટાબજાર 300થી ઓછી બેઠકોનો અંદાજ લગાવી રહ્યું છે.
ફલોદી સટ્ટા બજાર અનુસાર કયા રાજ્યમાં બીજેપીને કેટલી સીટ?
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો
હિમાચલમાં ભાજપને 4 બેઠકો
પશ્ચિમ બંગાળમાં 20-22 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપ 5 બેઠકો
દિલ્હીમાં ભાજપ 6-7 બેઠકો
હરિયાણામાં બીજેપીને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
