ઘટાડા બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
કેન્દ્ર સરકાર અને મોટાભાગે ભાજપ શાસિત રાજ્ય સરકારો દ્વારા તેલના ભાવોમાં રાહત આપવાના એક દિવસ બાદ ફરીથી તેલના ભાવોમાં વધારો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકાર અને મોટાભાગે ભાજપ શાસિત રાજ્ય સરકારો દ્વારા તેલના ભાવોમાં રાહત આપવાના એક દિવસ બાદ ફરીથી તેલના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ પેટ્રોલ 81.68 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 29 પૈસા વધીને 73. 24 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. અમદાવાદમાં પેટ્રોલ 17 પૈસાના વધારા સાથે 78.67 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 3 પૈસાના વધારે સાથે 76.54 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયુ છે.

ફરીથી વધ્યા તેલના ભાવ
મુંબઈમાં પણ તેલના ભાવોમાં વધારો થયો છે અને પેટ્રોલ 18 પૈસાના વધારા સાથે 87.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. જો કે મુંબઈમાં ડીઝલના ભાવમાં 70 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને કે 76.75 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 19 પૈસા વધીને 84.89 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. જ્યારે ડીઝલ 31 પૈસા વધીને 77.42 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

ચાર મહાનગરોમાં તેલના ભાવ
કોલકત્તાની વાત કરીએ તો પેટ્રોલ 17 પૈસા વધીને 83.52 રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ રહ્યુ છે. વળી 29 પૈસાના વધારા સાથે ડીઝલ 75.09 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. તેલના ભાવ ઘટ્યા બાદ પહેલી વાર ભાવમાં વધારો થયો છે. તેલના ભાવ વધવાના કારણે મોદી સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

સરકારે ઘટાડ્યા હતા તેલના ભાવ
તેલના વધતા ભાવોને જોતા કેન્દ્ર સરકારે ગુરુવારે એક્સાઈઝ ડ્યુટી પર 1.50 રૂપિયાના ઘટાડાની જ્યારે તેલ કંપનીઓ દ્વારા 1 રૂપિયાનો ઘટાડો કરાયાનું એલાન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ભાજપ શાસિત રાજ્યોએ તેલના ભાવોમાં ઘટાડાનું એલાન કર્યુ હતુ. મોટાભાગે ભાજપ શાસિત રાજ્યોમાં તેલના ભાવમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
