પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો યથાવત, જાણો શું છે ભાવ
તેલના ભાવો વધવાના કારણે દેશમાં હાહાકાર મચેલો છે. તેમછતાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડાના અણસાર હજુ દેખાતા નથી.
તેલના ભાવો વધવાના કારણે દેશમાં હાહાકાર મચેલો છે. તેમછતાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડાના અણસાર હજુ દેખાતા નથી. એક વાર ફરીથી શનિવારે તેલના ભાવો વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 81.63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. પેટ્રોલની ભાવમાં 35 પૈસાની વૃદ્ધિ થઈ છે. વળી, ડીઝલનો ભાવ પણ 24 પૈસા વધીને 73.54 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. તેલના ભાવ સતત વધવાના કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વળી, મુંબઈમાં પણ તેલના ભાવોમાં વૃદ્ધિ જોવા મળી છે. મુંબઈમાં પેટ્રોલ 34 પૈસા વધીને 89.01 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો થયો છે અને મુંબઈમાં 78.07 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. જ્યારે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.28 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલનો ભાવ 73.30 રૂપિયા પ્રતિ લિટર હતો. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 34 પૈસા વધીને રૂ.80.76 તેમજ ડીઝલનો ભાવ 26 પૈસા વધીને રૂ.78.92 થઈ ગયો છે.
મુંબઈમાં શુક્રવારે પેટ્રોલ 88.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લિટર હતો. છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો ચાલુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાને કારણે મોદી સરકાર પર વિપક્ષે નિશાન સાધ્યુ છે અને આના વિરોધમાં 10 સપ્ટેમ્બરે ભારત બંધ પણ આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પણ તેલનો ભાવ વધારો રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
