પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારાથી જનતા પરેશાન, સરકાર ધ્યાન આપેઃ માયાવતી
પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવ વધારાથી જનતા પરેશાન, સરકાર ધ્યાન આપેઃ માયાવતી
વધતી મોંઘવારીને મુદ્દે યુપીના પૂર્વ સીએમ અને બીએસપી અધ્યક્ષ માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પર સવાલ ઉઠાવ્યા. માયાવતીએ કહ્યું કે વધતી મોંઘવારીને મુદ્દે સરકારોએ ધ્યાન આપવું જોઈએ. આકાશ આંબતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જણાવી દઈએ કે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધ વગેરે જેવી જીવનજરૂરી વસ્તુઓની કિંમત દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

માયાવતીએ ટ્વીટ કર્યું
જીવન જરૂરી વસ્તુઓમાં ભાવ વધારો આવતાં બીએસપી અધ્યક્ષ માયાવતીએ રવિવારે ટ્વીટ કરતા કહ્યું કે, 'દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધ વગેરે જેવી જીવન જરૂરી વસ્તુઓની કિંમત જે પ્રકારે સતત વધી રહી છે તેનાથી મોંઘવારી આકાશ આંબી રહી છે જે લોકોના જીવનને દુખી અને ત્રસ્ત કરી રહી છે, છતાં પણ સરકાર તેના પ્રત્યે ગંભીર અને ચિંતિત નથી. કેમ? આ બહુ દુઃખદ છે.'

નાગરિકો ત્રસ્ત
માયાવતીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, 'દેશમાં ચારો તરફ છવાયેલી ગરીબી, બેરોજગારી અને મોંઘવારી વગેરેની સમસ્યાથી પ્રભાવી રીતે નિપટવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ આના નિદાનમાં પોતાની પૂરી તાકાત અને સંસાધન લગાવી દેવા જરૂરી છે, જેથી દેશને નિરાશાના માહોલથી બહાર કાઢી વિકાસના સાચા પાટા પર લાવી શકાય.'

પેટ્રોલ-ડીઝલ પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધી
અગાઉ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 2013માં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 101 ડૉલર પ્રતિ બેરલ હતો તે સમયે પેટ્રોલ 66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 51 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું હતું. તે સમયે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 9 રૂપિયા અને ડીઝલ પર માત્ર 3 રૂપિયા ટેક્સ લઈ રહી હતી પરંતુ 2021માં ભાજપ સરકાર તમારી પાસેથી એક લીટર પેટ્રોલ ખરીદી પર 33 રૂપિયા અને ડીઝલ પર 32 રૂપિયા ટેક્સ વસૂલ કરી રહી છે. ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી ચૂકી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
