હિંડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, અદાણી ગ્રુપે અદાણી ગ્રુપના રોકાણકારોએ વળતરની કરી માંગ
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સાર્વજનિક થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં છેલ્લા સાત દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી જૂથ પર અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે શેરબજારથી લઈને સત્તાના કોરિડોર સુધી ખળભળાટ મચાવી દીધો છે. હવે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હિંડનબર્ગના માલિક અને સ્થાપક એન્ડરસન સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સાર્વજનિક થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં છેલ્લા સાત દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો હતો. એક સપ્તાહની અંદર ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં ત્રીજા સ્થાનેથી 22મા સ્થાને પહોંચી ગયા છે. શુક્રવારે એડવોકેટ એમએલ શર્મા વતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
આ પીઆઈએલમાં અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચ અને તેના સ્થાપક નાથન એન્ડરસન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને વળતરની પણ માગણી કરવામાં આવી છે. હિંડનબર્ગ રિસર્ચે ગયા અઠવાડિયે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ગૌતમ અદાણીએ વીડિયો જાહેર કરીને અદાણી ગ્રૂપ પરના આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. ભારતીય શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, શુક્રવારે સવારે ગૌતમ અદાણી ટોપ 20 અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા અને 22માં નંબર પર પહોંચી ગયા. અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને એક દિવસમાં લગભગ $10 બિલિયનનું નુકસાન થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
