Atiq Ashraf murder case : અતીક-અસરફ હત્યાકાંડમાં સ્વતંત્ર તપાસની માંગ, 24 એપ્રિલના રોજ થશે સુનાવણી
Atiq Ashraf murder case : મેડિકલ ટેસ્ટ કરાવતા સમયે પ્રયાગરાજના મેડિકલ કોલેજમાં પોલીસકર્મીઓનો કાફલો અતીક અને અશરફને લઇ જઇ રહ્યા હતા. આ દરમિયાન અતીક અને અશરફની પત્રકારો બનીને આવેલા ત્રણ લોકોએ ગોળી મારી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચે એડવોકેટ વિશાલ તિવારીની રજૂઆતોની નોંધ લીધી હતી, જેમણે આ મામલાની તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં ઉત્તર પ્રદેશમાં 2017થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરવામાં આવી છે.'

બંને ભાઈઓની હત્યા પહેલા અતીકના પુત્ર અસદની લાશને દફનાવી દેવામાં આવી હતી. 13 એપ્રિલના રોજ ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં અસદ અને તેનો એક સહયોગી માર્યો ગયો હતો.
ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે અસદ અને તેના સાથી સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારના છ વર્ષમાં એન્કાઉન્ટરમાં 183 કથિત ગુનેગારોને માર્યા છે. અરજીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ માટે એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ઉત્તર પ્રદેશના નિવેદન અનુસાર, 2017 થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટર અને પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરીને કાયદાના શાસનને સુરક્ષિત રાખવા માટે નિર્દેશો જાહેર કરવામાં આવે.
અતીક-અસરફની હત્યાનો ઉલ્લેખ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસનું આવું કૃત્ય લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે અને પોલીસરાજ તરફ દોરી જાય છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહી સમાજમાં, પોલીસને અંતિમ નિર્ણય સત્તા અથવા સજા આપનારી સત્તા બનવાની મંજૂરી આપી શકાતી નથી. એકલા ન્યાયતંત્રને સજા કરવાની સત્તા છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદામાં બહારની હત્યાઓ અથવા નકલી પોલીસ એન્કાઉન્ટરને કોઈ સ્થાન નથી.
આ અરજીમાં જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ અવિચારી બની જાય છે, ત્યારે સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડે છે. આ સાથે લોકોમાં પોલીસ સામે ભય પેદા થાય છે, જે લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે અને વધુ ગુનાઓ તરફ દોરી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
