અસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તે લોકોનો મતાધિકાર છીનવીને તેમને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવશે.
અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (એનઆરસી) ના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તે લોકોનો મતાધિકાર છીનવીને તેમને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનઆરસી મુદ્દે ભાજપના જ નેતા અને અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યુ છે કે આને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે સોનેવાલે કહ્યુ કે ભારતના વાજબી નાગરિકને નાગરિકતા સિદ્ધ કરવાની પૂરતી તક આપવામાં આવશે. સોનોવાલે આ વાત ડિફેન્ડીંગ ધ બોર્ડ્સ, સેક્યુરિંગ ધ કલ્ચર વિષય પર આધારિત એક સેમિનારમાં કહી છે.

આ એક એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે
થિંક ટેંક તરફથી આયોજિત સેમિનારમાં સોનોવાલે કહ્યુ કે એનઆરસી બધા રાજ્યોમાં લાગુ કરવી જોઈએ. આ એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. સોનોવાલે કહ્યુ કે અસમમાં એનઆરસીમાં શામેલ લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે. એટલા માટે આપણે ઠોસ પગલાં લેવાની જરૂર છે.

અસમ એનઆરસીથી 40 લાખ લોકો બહાર
તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટના આદેશ પર અસમમા રહેતા લોકોની નાગરિકતા ઓળખવા માટે 30 જુલાઈએ અંતિમ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 40 લાખ લોકો એવા છે જે પોતાની નાગરિકતા સિદ્ધ કરી શક્યા નથી. હવે આ લોકો માટે રાજકીય વિવાદ થયો છે. આ મુદ્દે માધવે કહ્યુ કે 1985 માં થયેલી અસમ સમજૂતી મુજબ એનઆરસીને અદ્યતન કરવામાં આવી રહી છે અને બધા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખીને તેમને દેશમાંથી બહાર કાઢવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.

દુનિયાના કોઈ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓને સહન નથી કરતા
રામ માધવે કહ્યુ કે દુનિયામાં કોઈ પણ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓ સહન નથી કરતા. પરંતુ ભારત રાજકીય કારણોના લીધે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે ધર્મશાળા જેવુ બની ગયુ છે. તેમણે કહ્યુ કે બાંગ્લાદેશ પણ મ્યાનમાર સાથે આ અંગે વાતચીત કરી રહ્યુ છે. જેથી તે પોતાના દેશમાં રહેતા લાખો રોહિંગ્યાને બહાર કાઢી શકે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
