વાંધાજનક સ્થિતિમાં પકડાયેલા પ્રેમી યુગલ સાથે હેવાનિયત, યુવતીના કપડા કાઢીને કરી છેડતી
ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં માનવતાને શરમમાં મૂકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે
સાહેબગંજઃ ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં માનવતાને શરમમાં મૂકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પ્રેમી યુગલને વાંધાજનક સ્થિતિમાં પકડ્યા બાદ ગ્રામીઓએ તેમની સાથે શરમજનક હરકત કરી. પ્રેમી-પ્રેમિકાને ચંપલ અને જૂતાની માળા પહેરાવીને ગામમાં ફેરવ્યા. બાદમાં લગભગ 16 કલાક સુધી તેમને બંધક બનાવીને રાખ્યા. આ દરમિયાન ગ્રામીઓએ પ્રેમિકા સાથે અશ્લીલ હરકતો પણ કરી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ શરમજનક ઘટના સાહેબગંજ જિલ્લાના રાંગા પોલિસ સ્ટેશન વિસ્તારના શિવાપહાડ ગામની છે.

પ્રેમી-પ્રેમિકાને વાંધાજનક સ્થિતિમાં પકડ્યા
માહિતી મુજબ વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ ગ્રામીઓ પ્રેમી યુગલને પકડીને ગ્રામ પ્રધાન પાસે લઈ ગયા. પ્રેમી અતિઉલ્લા શેખ પર પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. પ્રેમિકા આદિવાસી છે જે પરિણીત છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જો કે પ્રેમી સાથે પકડાવા પર જ્યારે ગ્રામીઓએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવવાની કોશિશ કરી ત્યારે પ્રેમિકાએ લગ્ન કરવાની મનાઈ કરી દીધી.

લોકોએ જૂતા-ચંપલ પહેરાવીને ફેરવ્યા
ત્યારબાદ પ્રેમિકા સાથે છેડતી પણ કરી. જેનો વીડિયો ગામના જ અન્ય લોકોએ બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. પીડિતા તીન પહાડ વિસ્તારની રહેવાસી છે. શિવાપહાડમાં તે પોતાના સંબંધીઓને ત્યાં રહે છે. તેને લાંબા સમયથી અતિઉલ્લા શેખ નામના યુવક સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. શનિવારે બંનેને ગામ પાસેની રેલવે લાઈન નજીક અમુક ગ્રામીઓએ વાંધાજનક સ્થિતિમાં પકડ્યા. ત્યારબાદ બંનેને ગામમાં લાવીને જૂતા-ચંપલની માળા પહેરાવીને ફેરવ્યા.

પોલિસે મહામહેનતે છોડાવ્યા
આ દરમિયાન પ્રેમિકાની સાડી ખોલીને તેની સાથે છેડતી કરવામાં આવી. ગ્રામીઓએ લગભગ 16 કલાક સુધી બંનેને બંધક બનાવીને રાખ્યા. બાદમાં પોલિસે મહામહેનતે બંનેને છોડાવ્યા. એસડીપીઓ પ્રમોદ મિશ્રાએ જણાવ્યુ કે પ્રેમી યુગલને વાંધાજનક સ્થિતિમાં પકડવામાં આવ્યા હતા ત્યારબાદ ગ્રામીઓએ બંનેને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન યુવતી સાથે છેડતી કરવામાં આવી.












Click it and Unblock the Notifications
