પવન બંસલના પુત્રોની કંપનીનું મૂલ્ય પાંચ વર્ષમાં 152 કરોડ થયું

થીઓન ફાર્માની શરૂઆત 2005માં થઇ હતી અને કંપનીએ 2007ના પાકા સરવૈયામાં શૂન્ય ટર્નઓવર જાહેર કર્યુ હતુ. જયારે 2012-13માં ટર્નઓવર 152 કરોડનું હતુ. બંસલ આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી અને જળ સંશાધન મંત્રી હતા. જયારે ગયા વર્ષે નવેમ્બરમાં તૃણમૂલે યુપીએ સાથે છેડો ફાળતા તેઓ રેલ્વે મંત્રી બન્યા હતા.
ચંડીગઢમાં કંપની રજીસ્ટ્રાર પાસે જમા કરાયેલા દસ્તાવેજો અનુસાર કમાણીમાં થીઓનનું ખાતુ 2008માં ખુલ્યુ. એ વર્ષે કંપનીનું ટર્નઓવર 15.35 કરોડ હતુ જે તે પછીના વર્ષે વધીને 41 કરોડ થયુ. વર્ષ 2010માં 62 કરોડ અને 2011માં તે 100 કરોડ થયું હતું.
દસ્તાવેજમાંથી એ જાણવા મળે છે કે, હિમાચલમાં બદી સ્થિત આ કંપનીના પ્રોફીટમાં પણ પાંચ વર્ષમાં ભારે વધારો થયો છે. 2008માં નેટ પ્રોફીટ 28 લાખ રૂપિયા હતો જે વધીને ગયા વર્ષે 19.5 કરોડ થયો. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ચંડીગઢના સેકટર 26માં છે.
થીઓન ઉપરાંત બંસલના પુત્રો પાસે ત્રણ અન્ય કંપની પણ છે. ઇવા હેલ્થકેર, ઇસીસ પેકેજીંગ અને બંસી રોનક એનર્જી છે. દસ્તાવેજમાં એ વિગત નથી અપાઇ કે થીઓન કંઇ કંપનીઓની સાથે બીઝનેશ કરે છે. જો કે કંપનીનો દાવો છે કે, સીપ્લા, રેનબક્ષી, પીરામલ, ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓ સાથે કારોબાર કરે છે.
થીઓન ફાર્માનો કારોબાર મુખ્યત્વે અમિત અને મનીષ ચલાવે છે પરંતુ તેમાં સૌથી મોટા શેરધારક બંસલની પત્નિ મધુ છે. મધુ ઇવા હેલ્થકેરમાં પણ ડાયરેકટર છે. અમિત દિલ્હી પબ્લીક સ્કુલ, મોહાલીમાં ડાયરેકટર હોવાની સાથે એ કંપનીમાં બીજો મોટો શેરધારક છે. અમિતની પત્નિ મોનીકા પાસે પણ થીઓનના 1.05 લાખ શેર છે.
મંત્રી પવનકુમાર બંસલના ભાણેજ વિજય સિંગલા, સંદિપ ગોયલ અને રેલ્વે અધિકારી મહેશકુમાર જે રીતે લાંચકાંડમાં ફસાયા છે તેના તાર 50 હજાર કરોડ રૂપિયાના ટેન્ડર સાથે જોડાયેલા છે. ડીએનએના રિપોર્ટ અનુસાર 10 કરોડની ડીલ થકી મહેશકુમાર જે પદ પર બેસવા ઇચ્છતા હતા તે તેમને ટુંક સમયની અંદર 50,000 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજુર કરવાનો પાવર આપનાર હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
