ધરપકડ બાદ ચંદ્રબાબુ નાયડુની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં છલકાયુ દર્દ- 45 વર્ષોમાં મે નિસ્વાર્થ ભાવથી...
Chandrababu Naidu Post after Arrested: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ બાદ તેમની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટ ચંદ્રબાબુ નાયડુના સત્તાવાર હેન્ડલ X (અગાઉનું ટ્વિટર) પર આવી છે.
ચંદ્રબાબુ નાયડુએ લખ્યું છે કે, "છેલ્લા 45 વર્ષથી મેં નિઃસ્વાર્થપણે તેલુગુ લોકોની સેવા કરી છે. હું તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે મારા જીવનનું બલિદાન આપવા તૈયાર છું. દુનિયાની કોઈ શક્તિ મને તેલુગુ લોકો, મારા આંધ્રપ્રદેશ અને મારી માતૃભૂમિની સેવા કરતા રોકી શકશે નહીં."

પોસ્ટના અંતમાં ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે આ પોસ્ટ 09 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યે કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુની પણ તે જ સમયે સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. શક્ય છે કે વોરંટ જારી થયા બાદ આ પોસ્ટ કરવામાં આવી હોય. ચંદ્રબાબુ નાયડુએ પોસ્ટ સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ કેટલાક દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે.
For the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUd
પોલીસ કસ્ટડીમાં લેવાતા પહેલા ચંદ્રાબાબુ નાયડુએ મીડિયાને કહ્યું, "મેં કોઈ ગેરવર્તન કે ભ્રષ્ટાચાર કર્યો નથી. સીઆઈડીએ કોઈપણ યોગ્ય માહિતી વિના મારી ધરપકડ કરી અને મેં તેમને પુરાવા બતાવવા કહ્યું, પરંતુ તેઓએ પુરાવા બતાવવાની ના પાડી અને મારી ભૂમિકા વિના એફઆઈઆરમાં મારું નામ ઉમેર્યું."
VIDEO | TDP chief N Chandrababu Naidu speaks to media after being arrested by Andhra Pradesh CID in connection with a corruption case. pic.twitter.com/iTQFAtCu1b
— Press Trust of India (@PTI_News) September 9, 2023
અહીં તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડનો વિરોધ શરૂ કરી દીધો છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે પણ વિરોધ કર્યો હતો અને CIDની કાર્યવાહીની ટીકા કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
