આ દેશમાં પક્ષીઓનો પણ બને છે પાસપોર્ટ, પ્લેનમાં પક્ષીઓની સીટ બુક કરીને થાય છે ટ્રાવેલ
તમે વિદેશ જવાની ઈચ્છા રાખો તો તમારે તમારા પાલતુ પ્રાણીઓને ઘરે મુકીને જ જવા પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો છે જ્યાં પક્ષીઓના પણ પાસપોર્ટ બને છે અને ટ્રાવેલ કરી શકે છે.
અહીં પક્ષીઓ અને તેમાં પણ ફાલ્કનના પાસપોર્ટ બનાવવામાં આવે છે. ફાલ્કન્સ એ ગરુડ પ્રજાતિના પક્ષીઓ છે. થોડા વર્ષો પહેલા એક સાઉદી રાજા ચર્ચામાં આવ્યા હતા, જેમણે તેમના 80 ફાલ્કન માટે પ્લેનમાં સીટ બુક કરાવી હતી. આ ઘટનાની તસવીરો અને વિડિયો પણ વાયરલ થઈ હતી.

આ દેશનું નામ સંયુક્ત આરબ અમીરાત છે. યુનાઈટેડ આરબ અમીરાતના ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દેશમાં ફાલ્કન પાસપોર્ટ બનાવવામાં આવે છે. ફાલ્કન માલિકો ફાલ્કન પાસપોર્ટ UAE લઈ શકે છે જે 3 વર્ષ માટે માન્ય રહેશે.
આ પાસપોર્ટનો ઉપયોગ મુસાફરી દરમિયાન અથવા હંટિંગ ટ્રીપ દરમિયાન કરી શકાય છે. એક ફાલ્કન દીઠ એક પાસપોર્ટ બનાવવામાં આવે છે, તેને બનાવવાની કિંમત 4,500 રૂપિયા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2017માં સાઉદીના એક રાજાએ તેના પાલતુ 80 ફાલ્કન માટે 1-2 નહીં પરંતુ 80 સીટો બુક કરાવી હતી. જે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના હતા.
જણાવી દઈએ કે, મિડલ ઈસ્ટ ફાલ્કનને પ્લેન દ્વારા લઈ જવું ખૂબ જ સામાન્ય છે. આ પોસ્ટ અનુસાર, આ પાસપોર્ટ દ્વારા આ પક્ષીઓ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, મોરોક્કો અને સીરિયા જેવા દેશોમાં જઈ શકે છે.
ટ્વિટર પર શેર કરાયેલા આ ફોટોને 98 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે UAEમાં ફાલ્કનની હોસ્પિટલ છે. જ્યારે એકે કહ્યું કે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પક્ષીઓ માટે પ્લેનમાં સીટ બુક કરાવી હતી. એકે કહ્યું કે બાજ માણસો કરતાં વધુ સારું જીવન જીવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
