VIDEO: જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર યુવકોનો હોબાળો, એક્ઝિટ ગેટ કુદીને મચાવી અફરાતફરી, FIR દાખલ
હાલમાં જ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ સર્જાઈ હતી અને તેમાં અનેક લોકોએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો, જો કે, ત્યારબાદ ઉતરપ્રદેશ પ્રસાશને વ્યવસ્થા અને પોલીસ દ્વારા સુરક્ષા અંગે વધુ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે હવે દિલ્હી મેટ્રો સ્ટેશનનો વધુ એક વીડિયો વાયયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વીડિયો દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સલામતીના બેરિકેડ કુદતા જોવા મળી રહ્યા છે અને મોટા ભાગના યુવાનો ઓટોમેટિક ભાડુ ચુકવવાના મશીનના ગેટ પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. આ સમયે મેટ્રો સ્ટેશન પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર હોબાળો મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે મેટ્રો પ્રશાસને ગુનેગારો સામે FIR દાખલ કરી છે અને દિલ્હી મેટ્રો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ કેસ BNS, 59 DMRC એક્ટની કલમ 132/221 હેઠળ આવે છે, તપાસ અધિકારીઓ CCTV ફૂટેજ દ્વારા સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ, વાયરલ થયેલો વીડિયો 13 ફેબ્રૂઆરીની રાતના 11.12થી 11.21ના સમય ગાળો છે. સમગ્ર ઘટના જામા મસ્જિદ ખાતે શબ-એ-બારાત ઉત્સવ પત્યા પછી બની હતી. શબ-એ-બારાત ઉત્સવ પત્યા પછી મેટ્રો સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એક્ઠી થઈ ગઈ હતી. જો કે, આ જ સમયે સ્ટેશન પર બે ટ્રેનો એક સાથે આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
Delhi Metro Rail Corporation (DMRC) tweets
— Avinash K S🇮🇳 (@AvinashKS14) February 15, 2025
"In reference to a viral video circulating on social media regarding some passengers jumping over AFC gates to exit, DMRC would like to inform that said incident is reported from Jama Masjid Metro station on Magenta Line on the
+1 pic.twitter.com/uJpXLVRvy3
એકસાથે મોટી સંખ્યામાં મુસાફરો ભેગા થઈ જતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) અને CISF,સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સ્થળ પર હાજર હતા અને ભીડને કાબુમાં લેવા અને તણાવ ઓછો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં હતા.
સ્ટેશન પર અચાનક ભીડ વધી જવાને કારણે સ્ટેશન કંટ્રોલરે મુસાફરોને બાજુના દરવાજામાંથી પસાર થવાનો આદેશ આપ્યો હોવા છતા લોકો બહાર નીકળવાના દરવાજા પરથી કૂદકા મારતા જોવા મળ્યા, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. જેનો વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો.
આ ઘટના અંગે ટિપ્પણી કરતા, DMRC એ જણાવ્યું હતું કે, "ઘટના સમયે સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ પૂરતા પ્રમાણમાં હાજર હતા અને મુસાફરોને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. કેટલાક મુસાફરોના અચાનક ધસારાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
