સંસદીય પેનલે ડેટા પ્રોટેક્શન બિલ-2019 પરના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યું!
પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019 પરની સંયુક્ત સમિતિના ડ્રાફ્ટ રિપોર્ટને બહુમતીથી સ્વીકારાયો છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019 આગામી સંસદ સત્રમાં રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હી, 22 નવેમ્બર : પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019 પરની સંયુક્ત સમિતિના ડ્રાફ્ટ રિપોર્ટને બહુમતીથી સ્વીકારાયો છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019 આગામી સંસદ સત્રમાં રજૂ કરવામાં આવશે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક ભાજપના સાંસદ પીપી ચૌધરીના નેતૃત્વમાં પૂર્ણ થઈ હતી. કેન્દ્રીય કેબિનેટે અગાઉ ડિસેમ્બર 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019ને મંજૂરી આપી હતી. આખરે બે વર્ષથી વધુ સમય પછી સંસદીય પેનલે ડેટા પ્રોટેક્શન બિલ-2019 પરના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

આ બિલ ભારતીય નાગરિકોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષા સાથે સંબંધિત છે. આ બિલમાં રાઈટ ટુ પ્રાઈવસીને મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે. ડેટા પ્રોટેક્શન બિલને સૌપ્રથમવાર 2019માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે સમયે તેને તપાસ માટે JPC પાસે મોકલવામાં આવ્યું હતું.
પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2019 એ એક સીમાચિહ્નરૂપ કાયદો છે, જેનો ઉદ્દેશ્ય વ્યક્તિઓના અંગત ડેટાને લગતી ગોપનીયતાનું રક્ષણ કરવાનો છે. આ સિવાય આ બિલનો હેતુ એ જોવાનો છે કે વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ ભારતમાં વ્યક્તિઓના ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે. બિલના 2019 ડ્રાફ્ટમાં ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (DPA) ની રચનાનો પ્રસ્તાવ છે, જે સોશિયલ મીડિયા કંપનીઓ અને દેશની અન્ય સંસ્થાઓ દ્વારા વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાના ઉપયોગને નિયંત્રિત કરશે.
આ કંપનીઓ માટે ડેટા સ્થાનિકીકરણના ધોરણો પણ સેટ કરે તેવી અપેક્ષા છે. 2019 માં પ્રસ્તાવિત ડ્રાફ્ટ બિલનો સોશિયલ મીડિયા કંપનીઓ, નિષ્ણાતો અને મંત્રીઓએ પણ વિરોધ કર્યો હતો. વિરોધીઓએ કહ્યું કે તે અસરકારક અને વપરાશકર્તાઓ અને કંપનીઓ બંને માટે ફાયદાકારક બનવા માટે ઘણી બધી ખામીઓ ધરાવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
