Joginder Deswal: કોણ હતા ડીએસપી જોગિંદર દેસવાલ, જિમમાં વર્કઆઉટ કરતા ગયો જીવ, શું હતુ મોતનુ કારણ
Panipat Jail Superintendent Dies: હાલમાં એવા ઘણા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે જેમાં કોઈ વ્યક્તિએ જીમની અંદર વર્કઆઉટ કરતી વખતે અચાનક પોતાનો જીવ ગુમાવ્યો હોય. હવે આવો જ એક કિસ્સો હરિયાણામાંથી પણ સામે આવ્યો છે.
હરિયાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તૈનાત જોગીન્દર દેસવાલ સોમવારે સવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક પડી ગયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં.

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, આ ઘટના સોમવારે સવારે લગભગ 5 વાગે બની હતી, જ્યારે પાણીપત જિલ્લા જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ જોગીન્દર દેસવાલ વર્કઆઉટ માટે જિમ પહોંચ્યા હતા. દેસવાલ વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે અચાનક તે પડી ગયા.
જીમમાં હાજર બાકીના લોકોએ જ્યારે તેમને જોયા તો તેઓ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં દેસવાલનું મોત થઈ ચૂક્યું હતું. દેસવાલ રવિવારે રાત્રે જ પાણીપતથી કરનાલ સ્થિત પોતાના ઘરે આવ્યા હતા.
જોગીન્દર દેસવાલના મૃત્યુ પાછળના કારણ અંગે હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી. જો કે કેટલાક મીડિયા રિપોર્ટસ કહી રહ્યા છે કે જોગિન્દર દેસવાલને સવારે જિમમાં હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોગીન્દર દેસવાલના મૃત્યુના સમાચારથી હરિયાણા પોલીસ વિભાગમાં પણ શોકનું વાતાવરણ છે.
કરનાલના રહેવાસી જોગીન્દર દેસવાલ હાલમાં પાણીપત જેલમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હતા. અગાઉ, જોગીન્દર દેસવાલ આ વર્ષની શરૂઆતમાં ત્યારે સમાચારમાં આવ્યા હતા જ્યારે તેનો પુત્ર તેમનું આઈ-કાર્ડ બતાવીને પાણીપતમાં ટોલ પ્લાઝા પાર કરવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. હરિયાણા પોલીસમાં સિંઘમ તરીકે જાણીતા હેડ કૉન્સ્ટેબલ આશિષ કુમાર દ્વારા તેમના પુત્રને ટોલ પ્લાઝા પર પકડવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. આમાંના કેટલાક લોકોની ઉંમર 30 વર્ષથી પણ ઓછી હતી. એક મહિના પહેલા, સપ્ટેમ્બરમાં, યુપીના ગાઝિયાબાદથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક 19 વર્ષીય વ્યક્તિ જીમની અંદર ટ્રેડમિલ પર દોડતી વખતે મૃત્યુ પામ્યો હતો. સિદ્ધાર્થ કુમાર સિંહ નામના આ વ્યક્તિના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. આ પહેલા જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક 55 વર્ષીય વ્યક્તિનું પણ જીમમાં વર્કઆઉટ કરતી વખતે મોત થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
