LoC પર ફરીથી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, સેનાના ફાયરિંગ કરતા પરત ફર્યું!
પંજાબના ગુરદાસપુરમાં એલઓસી પર એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું, જેના પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ગોળીબાર કર્યો પરંતુ તે પાકિસ્તાનમાં પરત ફરવામાં સફળ રહ્યુ.
ચંદીગઢ, 20 ડિસેમ્બર : પંજાબના ગુરદાસપુરમાં એલઓસી પર એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું, જેના પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ગોળીબાર કર્યો પરંતુ તે પાકિસ્તાનમાં પરત ફરવામાં સફળ રહ્યુ. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, બપોરે 12.30 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ થોડો અવાજ સાંભળ્યો, જ્યારે તેમને ખબર પડી કે તે ડ્રોન છે તો તેમણે તેના પર 5 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, પરંતુ તે ડ્રોન પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયું.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનથી ડ્રોન આવવાના સમાચાર નવા નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે સેનાએ પંજાબમાં એલઓસી નજીક એક ડ્રોનને તોડી પાડ્યું હતું, જે ચીનમાં બનાવવામાં આવ્યું હતું. બીએસએફના અધિકારીએ જણાવ્યું હતું કે, એલઓસી નજીક બીએસએફના અમરકોટ બીઓપી જવાનોની તત્પરતાને કારણે ડ્રોનને પાડી શકાયુ હતું.
આ ડ્રોન ઈન્ટરનેશનલ બોર્ડર લાઈન નજીકથી ભારતીય સરહદની અંદર લગભગ 300 મીટરના વિસ્તારમાં જાસૂસી કરતું જોવા મળ્યું હતું, ત્યારબાદ સેનાએ તેના પર કાર્યવાહી કરી હતી. સેનાએ કહ્યું કે ચીનમાં બનેલા આ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. પાકિસ્તાન માત્ર ભારતની જાસૂસી માટે જ નહીં પરંતુ ભારતમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે, ભારતીય સેનાએ સમયાંતરે પાકિસ્તાનની આ હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. જે વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન પંજાબમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ડેરા બાબા નાનક વિસ્તારમાં ઘૂસણખોરી કરવા બદલ એક પાકિસ્તાની યુવકની ધરપકડ કરવામાં આવી છે. BSFએ યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને પાકિસ્તાની ચલણ જપ્ત કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
