પાકિસ્તાની ચેનલનો દાવો- મોદી અને ડોભાલે કરી છે અભિનેતા ઓમ પુરીની હત્યા
એક પાકિસ્તાની ચેનલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની હત્યા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો હાથ છે.
ભારત અને પાકિસ્તાનના સમીકરણો જગજાહેર છે, આ વખતે ભારત વિરુદ્ધની લડાઇમાં પાકિસ્તાન કંઇ વધારે જ આગળ વધી ગયું છે. એક પાકિસ્તાની સરકારે દેશના વડાપ્રધાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પર ખૂબ ગંભીર આરોપ મુક્યો છે અને તે પણ કોઇ પુરાવા વિના. આ પાકિસ્તાની ચેનલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની હત્યા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો હાથ છે. પાકિસ્તાની ચેનલે આરોપ મુક્યો છે કે, નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલે મળીને ઓમ પુરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ડોભાલે ઘરે બોલાવીને કરી હતી પિટાઇ
પાકિસ્તાનના 'બોલ ટીવી'એ દાવો કર્યો છે કે, ઓમ પુરીએ પાકિસ્તાની કલાકારોનું સમર્થન કર્યું હતું અને આ અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો, આ કારણે જ મોદી અને ડોભાલે તેમન હત્યા કરી છે. આટલું જ નહીં, આ ચેનલના અહેવાલમાં હજુ આગળ એમ પણ કહેવાયું છે કે, અજીત ડોભાલે પહેલા ઓમ પુરીને પોતાના ઘરે બોલાવી તેમની ખૂબ પીટાઇ કરી હતી. આ ચેનલના એન્કરે એમ પણ કહ્યું હતું કે, તેમની પાસે અભિનેતા ઓમ પુરીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, જેમાં કહેવાયું છે કે, આ અભિનેતાની હત્યા થઇ છે.
અહીં વાંચો - જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો, 3ની મોત

અન્ય એક દાવો-નિશાના પર છે સલમાન અને ફવાદ
સાચી વાત એ છે કે, આ લખાય છે ત્યાં સુધી ઓમ પુરીની ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. આ શોના હોસ્ટે આગળ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિશાના પર હવે ફવાદ ખાન અને સલમાન ખાન છે. તેણે કહ્યું હતું કે, 'ઓમ પુરી રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મુકી શકે એમ હતા અને આથી તેમની હત્યા કરવામાં આવી.'
ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
