રાજસ્થાનની બોર્ડર પર આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે પાક.

આતંકવાદીઓને ટ્રેઇનિંગ આપવા માટે બે નવા કેન્દ્રો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મદદ થકી ચલાવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધુમ્મસનો લાભ ઉઠાવી આઇએસઆઇ હથિયારોની ખેપની સાથે ટ્રેઇન થયેલા આતંકવાદીઓને ભારત મોકલવાની કોશિશ કરી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સમજોતા એક્સપ્રેસ ટ્રેનની સુરક્ષા પણ આ જ કારણે વધારવામાં આવી છે. રાજસ્થાનમાં ફરજ બજાવતા બીએસએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની કરતૂતો અંગેની માહિતી બે સપ્તાહ પહેલા મળી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલી જાણકારી અનુસાર એક કેમ્પ જેસલમેરથી નજીક પાકિસ્તાનના રહિમયાર ખાં જિલ્લાના ઘોટકીમાં બનાવ્યું છે.
જ્યારે બીજું કેન્દ્ર શ્રીગંગાનગર પાસે પાકિસ્તાનના ભાવલપૂર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ બંને કેન્દ્રોમાં ભૂગર્ભિય બંકરોમાં ઘણા યુવકોને હથિયાર ચલાવતા, વિસ્ફોટક બનાવવા અને વિસ્ફોટો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ રોજ ચાર કલાક આપવામાં આવે છે.
ઘોટકી કેન્દ્રમાં ટ્રેઇનિંગનું કામ પાકિસ્તાની સેનાનો એક કર્નલ કરી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ ભાવલપુર ટ્રેનિંગ કેન્દ્ર અંગે માહિતી ભેગી કરવામાં લાગી છે. આ શિબિરોમાં યુવકોને લાવવાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની છે. ભાવલપુલ ટ્રેનિંગ સેન્ટરમાં બબ્બર ખાલસા દળના પાકિસ્તાનમાં રહી રહેલા સીખ આતંકવાદી પણ જોડાયેલા છે.
ગણતંત્ર દિવસ પર વિસ્ફોટ કરવાના કાવતરાની ગુપ્તચર વિભાગના અધિકારીઓ અનુસાર, આતંકી સંગઠન લશ્કર એ તૈયબા ગણતંત્ર દિવસથી પહેલા જયપુર સહિત દેશના ઘણા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરુ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં પકડાયેલા હુઝીના એક સભ્યએ પૂછપરછમાં આ ખુલાશો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
