પાકિસ્તાન સાથે વાત કરવાનું બંધ કરે હિન્દુસ્તાન: ભાજપ
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર: જમ્મુના કઠુઆમાં પોલીસ સ્ટેશન પર અને સાંબામાં સેના કેમ્પ પર આતંકવાદી હુમલા બાદ ભારત-પાક.ના સંબંધો ફરીથી સંવેદનશીલ બનતા દેખાઇ રહ્યા છે. આ ઘટના બાદ અમેરિકામાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનની વચ્ચે વાતચીત પર સંકટ તોળાઇ રહ્યું છે. બીજેપીએ વાતચીત તુરંત બંધ કરવાની માગ કરી છે. જ્યારે રક્ષા વિશેષજ્ઞોએ પણ આને ભારતની કમજોરી ગણાવી છે.
જોકે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને ભારતની રાજનીતિ ફરીથી ગરમાઇ છે અને દરેક રાજકીય દળોના નેતાઓ પોતપોતાના મંતવ્યોને રજૂ કરી રહ્યા છે. કોઇ કહે છે સંબંધ સુધારવા જોઇએ તો કોઇ કહે છે. વાતચીત બંધ કરીને આક્રમક વલણ અપનાવવું જોઇએ. જુઓ કોણે શું કહ્યું આ અંગે...

પ્રકાશ જાવડેકર, પ્રવક્તા, બીજેપી
આવામાં ભારતના વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરવી કેટલી યોગ્ય છે. આ સમય વાર્તા માટે યોગ્ય નથી. પાકિસ્તાન પહેલા આતંકવાદ સામે પગલા ભરે ત્યારે જ વાત કરવી જોઇએ. તેમણે પોતે આશ્વાસન આપ્યું હતું 26/11ના બાદ કે જ્યા સુધી પાકિસ્તાન આતંકવાદની સાથે પગલા નહી ભરે ત્યાં સુધી અમે તેની સાથે વાત નહીં કરીએ. જ્યારે બે જવાનોના શિરચ્છેદ કરીને લઇ ગયા હતા ત્યારે પણ એવું જ આશ્વાસન આપ્યું હતું. અમે માંગ કરી છે કે હાલમાં મળવું જરૂરી નથી.

મુખ્તાર અબ્બાસ નકવી, બીજેપી
આપણે શાંતિની વાત કરીએ અને તે આતંકના બોમ્બ ફેંકે. પાકિસ્તાન આતંકની ફેક્ટ્રી છે. આપણા જવાનોને શહીદ કરવામાં આવે છે. ગયા 6 મહિનામાં ઓછામાં ઓછા 100 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આતંકનું વાદળ છે. બે શબ્દોમાં કહી દેવું જોઇએ કે અમે ત્યાં સુધી વાત નહીં કરીએ જ્યા સુધી પાકિસ્તાન પોતાની આદત નહીં સુધારે. આતંકવાદની ફેક્ટરી બંધ ના કરે. પીએમ અમન શાંતિની વાત કરશે તેમની સાથે? સંસ્કૃતિની વાત કરશે? આપણો જવાન હણાઇ રહ્યો છે, જે આપણી નબળી નીતિઓનું કારણ છે.

મીમ અફજલ, પ્રવક્તા, કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટી આની નિંદા કરે છે. જમ્મુના વિસ્તારની હાલત બગાડવાની કોશિશ છે. જેણે આને અંજામ આપ્યો છે, તેઓ બંને વડાપ્રધાનો વચ્ચે વાતચીત થવા દેવા નથી માંગતા. જ્યારે પણ વાતચીતની સ્થિતિ પેદા થાય છે આતંકીઓ તેમાં વિક્ષેપ નાખે છે. આ હુમલાથી ખોટો સંદેશો આપવાની કોશીશ કરવામાં આવી છે. ઘાટી અને જમ્મૂમાં શાંતિ હતી. અચાનક હુમલો કરવામાં આવ્યો. સખતમાં સખત સજા કરવામાં આવશે, કોઇને પણ છોડવામાં નહીં આવે. ચોક્કસ અમેરિકામાં આ અંગેની ચર્ચા ચોક્કસ થશે. તેનાથી વાતચીત પર કોઇ અસર ના થવી જોઇએ.

અતુલ અંજાન, નેતા, સીપીઆઇ
આ ખૂબ જ ગંભીર હુમલો છે. આપણા જવાન શહીદ થયા છે. આ હુમલો બંને વડાપ્રધાનની બેઠક પહેલા થયો. એનો અર્થ એ છે કે પાકિસ્તાન ભારત સાથે ગંભીર ચર્ચા કરવાના મૂડમાં નથી. આ બંને દેશોનો પ્રશ્ન છે, આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય બનાવવાની જરૂર નથી.

યશવંત સિન્હા, નેતા, બીજેપી
આવા સમયે વાતચીત બિલકૂલ ના થવી જોઇએ. આ હુમલામાં પાકિસ્તાન સેનાનો હાથ છે. જો ત્યાંની સેના ના ઇચ્છતી હોય કે વાતચીત થાય તો નવાઝ સાથે વાતચીતનો શું મતલબ છે.

તારિક અનવર, નેતા એનસીપી
આ પાકિસ્તાનના કન્ટ્રોલની બહાર છે. ખૂદ તેમના જ દેશમાં આતંકવાદની ઘટનાઓ થઇ રહી છે. વાતચીત પ્રસ્તાવિત છે. જો અમેરિકામાં હા થાય તો સારુ છે, ડિપ્લોમેસી ક્યારેય છોડવી જોઇએ નહી.

ભરત વર્મા, ડિફેન્સ એક્સપર્ટ
ભારત-પાકિસ્તાનની વચ્ચે વાતચીત થાય, એવું લોકો નથી ઇચ્છતા. એક તરફ એટેક થઇ રહ્યા છે અને અમારા પીએમ શરીફ સાથે વાતચીત કરવાના છે. જ્યાં સુધી સીમા પર કાર્યવાહી નહી કરીએ ત્યાં સુધી આપણા ઘરની અંદર કેવી રીતે કાબૂ મેળવીશું.

પ્રફુલ્લ બક્ષી, રક્ષા વિશેષજ્ઞ
પાકિસ્તાન પોતાના પ્લાન પર કામ કરી રહ્યું છે પરંતુ સમસ્યા એ છે કે ભારત પોતાની કોઇ રણનીતિ નથી. તે આપણી સૌથી મોટી કમજોરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
