પાક દ્રારા જુલાઇમાં 5મીવાર સીઝફાયર ઉલ્લંઘન, ભારે ગોળીબાર
જમ્મૂ, 27 જુલાઇ: પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંખન કરતાં જમ્મૂ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક આવેલા ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી હતી. પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે ભારતીય ચોકીઓ પર આરપીજી અને ભારે મશીનગનો વડે હુમલોક કર્યો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પાંચ કલાક સુધી ગોળીબાર થતો રહ્યો હતો.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પૂંછ જિલ્લામાં એલઓસી નજીક આવેલા ડોડા બટાલિયન મોરચાને પાકિસ્તાની સેનાએ આજે સવારે 7.30 વાગે રોકેટ બોમ્બગોળા (આરપીજી) અને ભારે મશીનગનો વડે ટાર્ગેટ બનાવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ પણ ખાનગી રીત જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પાંચ કલાક સુધી ગોળીબારી ચાલતી રહી. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ ગોળીબારમાં કોઇના મૃત્યું કે ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી. એલઓસી પાસે થયેલા ભારે ગોળીબારને ધ્યાનમાં રાખતાં સેનાના વરિષ્ઠ સૈન્ય અધિકારી પરિસ્થિતી પર ધ્યાન રાખી રહ્યાં છે અને મુખ્ય ચોકીઓ પર તૈનાત સૈનિકોને ચોવીસ કલાક સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. પાંચ કલાક સુધી ચાલેલ આ ગોળીબાર બાદ પૂંછમાં બોર્ડર વિસ્તારના શાહુપર કર્ણી સહિત વિભિન્ન વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઇ મહિનામાં પાકિસ્તાની સેના દ્વારા આ પાંચમીવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પહેલાં ત્રણ જુલાઇના રોજ પાકિસ્તાને પૂંછના સબ્જિયા વિસ્તારમાં એલઓસી નજીક પોલીસકર્મીઓ પર ગોળીઓ વરસાવી હતી. આ પોલીસકર્મી એક જુલાઇના રોજ આઇઇડી બ્લાસ્ટમાં મૃત્યું પામેલા એક પાકિસ્તાની ઘુસણખોરનો મૃતદેહ લેવા માટે ત્યાં ગયા હતા.

પૂંછમાં આઠ જુલાઇના રોજ એલઓસી નજીક પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની આતંકવાદી દ્વારા કરવામાં આવેલા આઇઇડી હુમલામાં ઘાયલ થયેલા કુલીઓને કાઢવાનો પ્રયત્ન કરી રહેલા ભારતીય સૈનિકો પર તેને ગોળીબાર કર્યો હતો.
જમ્મૂ કાશ્મીરના જમ્મૂ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા (આઇબી)ને અડીને આવેલા પિંડી વિસ્તારમાં ભારતીય સીમા ચોકી પર પાકિસ્તાની રેજર્સે 12 જુલાઇના રોજ પણ ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ 22 જુલાઇની રાત્રે પૂંછ જિલ્લામાં એલઓસીને અડીને આવેલી ભારતીય ચોકી પર પણ પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
