Pahalgam Terror Attack Alert: તમામ પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે, સિંધુ જળ સંધિ પર પણ રોક
Pahalgam Terror Attack : ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને લઈને ભારતે મોટી કાર્યવાહી કરી છે. પહેલગામ હુમલા બાદ સરકાર એક્શનમાં આવી છે.

ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાની સૂચના આપી છે. આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા.
ભારત સરકારે સિંધુ જળ કરાર પર પુણ કડક વલણ અપનાવ્યુ છે અને પાકિસ્તાન સામે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. પાકિસ્તાનના નાગરિકોને SAARC વિઝા છૂટમાં પણ ભારત પ્રવાસ કરવાની મંજૂરી નહિ આપવામાં આવે.
આ સિવાય અગાઉ આપેલા તમામ SPES વિઝા રદ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં SPES વિઝા હેઠળ ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલય મુજબ, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઊચ્ચાયોગમાં રહેલા રક્ષા, લશ્કરી, નૌસેનાના અને વાયુસેનાના અધિકારીઓને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય સરકારે તમામ પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, રક્ષા મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે અટારી-વાઘા સરહદ પણ આગામી સુચના સુધી માટે બંધ કરાઈએ છે. ભારતના આ પગલા પાકિસ્તાન વિરુદ્ધ એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
