Pahalgam Terror Attack : ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ તો કયા દેશ કોનો સાથ આપશે?
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભારતના 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાએ આખા દેશમાં અને સરકારમાં ગુસ્સાનો માહોલ ઉભો કર્યો છે.
હુમલાને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે જે આ હુમલામાં સામેલ છે તેમને કોઈપણ સ્થિતિમાં માફ કરાશે નહીં. ભારત મોટી કાર્યવાહી કરી શકે છે.

આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લેવા શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર વિચારવાનું અને ત્યાંના નાગરિકોને ભારતમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય. પાકિસ્તાન તરફથી પણ આ પગલાંઓના વિરોધમાં ઉશ્કેરણીજનક નિવેદનો આવવા લાગ્યા છે.
આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો કયા દેશ કોનું સમર્થન કરશે?
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એવું મનાય છે કે ભારતને બે ફ્રન્ટ પર લડવું પડી શકે છે, એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ કદાચ ચીન. ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ દોસ્તી છે.
જો કે, ચીન પોતાના હિત જોઈને અંતિમ નિર્ણય લે છે. 1965 અને 1971ની જંગ દરમિયાન પણ ચીને પાકિસ્તાનને સીધું સમર્થન નહોતુ આપ્યુ. તે સમયથી લઈને આજ સુધી ઘણું બદલાયું છે, ભારત હવે એક શક્તિશાળી દેશ બની ચૂક્યું છે.
ભારતના સંબંધો હાલ મોટાભાગના વિશ્વના મોટા દેશો સાથે સારા છે.
- ભારત અને અમેરિકાના સંબંધો આજે ખૂબ મજબૂત છે. વેપાર, ટેકનોલોજી અને રોકાણના મામલામાં બંને દેશો વચ્ચે સહયોગ છે. પાકિસ્તાન હજુ પણ આતંકવાદને આશરો આપતો જણાય છે ત્યાં અમેરિકા તેમનાં ઉપર વધુ વિશ્વાસ નથી રાખતું.
- ભારતના જૂના મિત્ર રશિયા પણ યુદ્ધની સ્થિતિમાં ભારતને સમર્થન આપે એવી શક્યતા છે. 1971ના યુદ્ધ દરમિયાન રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું.
- કારગિલ યુદ્ધમાં ઇઝરાયલે ભારતને ટેકનિકલ સાધનો, ડ્રોન અને નાઈટ વિઝન કેમેરા આપી મદદ કરી હતી. હાલ પણ બંને દેશ વચ્ચે મજબૂત સંબંધો છે.
પાકિસ્તાનને એક માત્ર મોટું ટેકો ચીન તરફથી મળી શકે છે. તેના સિવાય કેટલાક ઈસ્લામિક દેશોના નામ આવે. જો કે તો પણ એવાં સંકેતો નથી કે કોઈ દેશ ભારત સામે યુદ્ધમાં આગળ વધશે. ભારતના મુસ્લિમ દેશો સાથે આજે વેપાર અને રાજકીય સંબંધો છે.
જો ચીન પણ યુદ્ધમાં સામે ન આવે તો પાકિસ્તાન માટે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ બની શકે છે. તે સ્થિતિમાં ભારત બલૂચિસ્તાન અને પીઓકે જેવા વિવાદાસ્પદ વિસ્તારો ઉપર દાવો જમાવી શકે છે.
જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલો આતંકી હુમલો એ માત્ર હુમલો નહીં પણ પાકિસ્તાનના ખોટા ઇરાદાઓની ચેતવણી છે. જો આ સ્થિતી આગળ વધે છે અને યુદ્ધ સુધી પહોંચે છે તો ભારતના મિત્ર દેશો તેમનો સાથ નિભાવશે. પાકિસ્તાન માટે એ સ્થિતિ ખૂબ ખતરનાક બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
