મની લોન્ડરિંગ કેસમાં CBI એ કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરી
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મામલે સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની ચેન્નઇથી ધરપકડ કરી છે. જાણો આ મામલે વિગતવાર જાણકારી અહીં.
ફેમા ઉલ્લંધન મામલે સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી છે. તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મામલે પકડવામાં આવ્યા છે. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે કાર્તી ચિદમ્બરમ તપાસમાં બિલકુલ પણ સહયોગ નથી આપી રહ્યા. જેના કારણે લંડનથી પરત ફર્યા પછી સીબીઆઇએ ચેન્નઇ સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની ધરપકડ કરી છે. નોંધનીય છે કે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડે આઇએનએક્સ મીડિયાને વર્ષ 2007માં વિદેશી પૂંજી જોડવા માટે અનુમતિ આપી હતી. આ મામલે કાર્તિનું નામ તે વખતે આવ્યું જ્યારે તેમના પિતા પી ચિદમ્બરમ યુપીએ સરકારના નાણાં મંત્રી હતા.

ઇડીનો દાવો છે કે કાર્તિના સીએ એ ખોટી રીતે સંપત્તિ અર્જિત કરવામાં તેમની મદદ કરી છે. સાથે જ સીએ રમન જેમને માનવામાં આવે છે કે કાર્તિને મદદ કરી હતી તેમને પણ દિલ્હીની એક પાંચ સ્ટાર હોટલમાંથી પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇડી દ્વારા પી. ચિદમ્બરમમાં ઘરે છાપો પણ પાડવામાં આવ્યો હતો. જ્યારે પી ચિદમ્બરે તેની રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમ જ્યારથી નાણાં મંત્રી હતા ત્યારથી આ મામલે વિપક્ષ દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો. જેને તે સમયે યુપીએ સરકારની મુશ્કેલી વધારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
