AFSPAમાં સુધારો દેશ વિરોધી તો અરુણાચલના 3 જિલ્લામાં કેમ હટાવ્યa?: ચિદમ્બરમ
પી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ કે જો AFSPAમાં સુધારો કરવો દેશ વિરોધી છે તો સરકારે અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓમાંથી આ અધિનિયમ કેમ પાછો લઈ લીધો?
કોંગ્રેસ તરફથી મંગળવારે જાહેર કરાયેલ પક્ષના ઘોષણાપત્રમાં સત્તામાં આવ્યા બાદ AFSPA માં સુધારો કરવાની વાત કહેવામાં આવી છે. પરંતુ ઘોષણાપત્ર જાહેર થયાની થોડી વાર પછી જ સત્તાધારી પાર્ટીએ કોંગ્રેસના વચનને દેશ વિરોધી ગણાવા દીધુ છે. પરંતુ હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને ભાજપને જ સવાલ કર્યો છે. પી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ કે જો AFSPAમાં સુધારો કરવો દેશ વિરોધી છે તો સરકારે અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓમાંથી આ અધિનિયમ કેમ પાછો લઈ લીધો?

આ સાથે સાથે તેમણે કહ્યુ કે 2015માં ત્રિપુરામાંથી પણ પાછો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેઘાલયમાંથી પણ વર્ષ 2018માં આને કેમ પાછો લેવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે AFSPAને વર્ષ 1958માં સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 11 સપ્ટેમ્બર, 1958ના રોજ આને લાગુ કરવામાં આવ્યો. આનો ઉપયોગ મોટાભાગે એ વિસ્તારોમાં કરવામાં આવ્યુ છે જે અશાંત વિસ્તાર મનાતા હતા. સપ્ટેમ્બર, 2017 સુધી મેઘાલયના લગભગ 40 ટકા ભાગોમાં આ કાયદો લાગુ હતો. એવામાં હવે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં આને સુધારો કરવાની વાત કહીને ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે.
If amending AFSPA is anti-national, why did the government withdraw today the Act from three districts of Arunachal Pradesh?
— P. Chidambaram (@PChidambaram_IN) 2 April 2019
Why was AFSPA withdrawn totally from
Tripura in 2015 and remains withdrawn?
ભાજપ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને સંરક્ષણ મંત્રી નિર્માલા સીતારમણે AFSPA વિશે કહ્યુ કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં જે AFSPA કાયદાની સમીક્ષાની વાત કહેવામાં આવી છે તેનાથી સુરક્ષાબળોનું મનોબળ તૂટશે. તેમણે કહ્યુ કે દેશદ્રોહીઓ, અલગાવવાદીઓને સમર્થન આપવા માટે કોંગ્રેસ આ ઘોષણાપત્ર લાવ્યુ છે. આ પહેલા પણ ભાજપે કોંગ્રેસના આ ઘોષણાપત્ર પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષ ખતરનાક વચનો આપી રહી છે. ઘોષણાપત્રમાં એવો એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
