નાટુ નાટુની જ્વલંત સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રીતે આપ્યા અભિનંદન
પીએમ મોદીએ નાટુ નાટુ અને ધ એલિફન્ટ વ્હીસપર્સ ફિલ્મોની ટીમને એવોર્ડ જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.

Pm Narendra ModI on Natu Natu Oscar Award 2023: એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત નાટુ નાટુએ આજે ઑસ્કર અવૉર્ડ્સ 2023ની શ્રેષ્ઠ ગીત શ્રેણીનો ખિતાબ જીત્યો છે. આખો દેશ આ જીતની ઉજવણી કરી રહ્યો છે. માત્ર ગીત નાટુ નાટુ જ નહીં પરંતુ ભારતની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' પણ આજે શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ જીતી ચૂકી છે. જ્યારે ભારતના ખાતામાં બે મોટા અવૉર્ડ આવ્યા ત્યારે આખો દેશ આનંદથી ઝૂમી રહ્યો છે. સામાન્યથી લઈને સ્પેશિયલ સુધી દરેક બંને ફિલ્મના લોકોને અભિનંદન આપી રહ્યા છે. પીએમ મોદીએ બંને ફિલ્મોની ટીમને એવોર્ડ જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.
Exceptional!
— Narendra Modi (@narendramodi) March 13, 2023
The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.
India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt
પીએમ મોદીએ બે ટ્વિટ કર્યા છે, પ્રથમ ટ્વિટમાં તેમણે લખ્યુ છે કે 'અસાધારણ! 'નાટુ નાટુ'ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવુ ગીત હશે જે આવનારા ઘણા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે @mmkeeravaani, @boselyricist અને સમગ્ર ટીમને અભિનંદન. ભારત ઉત્સાહિત અને ગર્વ અનુભવે છે. #ઓસ્કાર.
Congratulations to @EarthSpectrum, @guneetm and the entire team of ‘The Elephant Whisperers’ for this honour. Their work wonderfully highlights the importance of sustainable development and living in harmony with nature. #Oscars https://t.co/S3J9TbJ0OP
— Narendra Modi (@narendramodi) March 13, 2023
તેમના બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ, 'આ સન્માન માટે @EarthSpectr@guneetm અને 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ની સમગ્ર ટીમને અભિનંદન. તેમનુ કાર્ય અદ્ભુત રીતે ટકાઉ વિકાસ અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના મહત્વને પ્રકાશિત કરે છે. #ઓસ્કાર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
