જેટલા બદનામ કરશો તેટલી વધુ તાકાતથી લડીશ : પ્રિયંકા ગાંધી
રાયબરેલી, 22 એપ્રિલ : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી માટે પ્રચાર કરવા માટે ચૂંટણી મેદાનમાં આવેલા પ્રિયંકા ગાંધીએ તેમના વિરોધીઓને સજ્જડ જવાબ આપ્યો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે વિરોધીઓ તેમના પતિ અને પરિવાર પર રાજકીય હુમલો કરી રહ્યા છે અને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે, જેનાથી તેઓ દુખી છે.
પ્રિયંકાએ જણાવ્યું કે દેશમાં મારા પતિ, તેમના જમીનના સોદા અંગે જાત જાતની વાતો થઇ રહી છે. આ બધી વાતો ખોટી છે. લોકો શા માટે વ્યક્તિગત હુમલાઓ કરી રહ્યા છે? દેશમાં વિકાસ, યુવાનોને આગળ કેવી રીતે વધારવા જેવા મુદ્દાઓ પર વાતો કરવાને બદલે નકામા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

આ સાથે પ્રિયંકાએ ચેતવણી પણ આપી હતી તે જો મારા પતિને વધારે બદનામ કરવામાં આવશે તો હું બમણી તાકાતથી લડીશ અને તેનો વિરોધ કરીશ. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય વિરોધી ભાજપ અંગે પ્રિયંકાએ કહ્યું કે 'ભાજપ રાવણ જેવો છે, જેના અનેક ચહેરા છે.'
રાયબરેલીમાં પ્રચાર કરતા સમયે પ્રિયંકાએ પરોક્ષ રીતે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, જનતા વચ્ચે ઝહેર ઘોળાઈ રહ્યું છે. મારા પરિવારને બદનામ કરે છે તેઓ. આવા સમયે મેં મારી માતાના આ દેશને અપનાવ્યો છે. આપણે એ જ કરવું જોઈએ, જે આપણે અનુભવીએ છીએ.
પ્રિયંકાએ સ્થાનિક લોકોને સોનિયા ગાંધી અને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
