Opposition Unity : વિપક્ષની બેઠક પહેલા વટહુકમ વિવાદ પર કોંગ્રેસનું નિવેદન
Opposition Unity : વિપક્ષી એકતાની બીજી બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના સંકેત આપ્યા છે કે, તેઓ વટહુકમ વિવિદમાં આમ આદમી પાર્ટીનો સાથ આપી શકે છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યપાલો દ્વારા સંઘીય માળખા પર કરવામાં આવી રહેલા હુમલાના મુદ્દાને સંસદમાં ઉઠાવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શનિવારના રોજ સંકેત આપ્યો કે, કોંગ્રેસ કેજરીવાલ સરકારની સાથે છે. આ અગાઉ જયરામે સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. જયરામ રમેશે બેઠક બાદ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર દ્વારા સંઘીય માળખા પરના હુમલાને રાજ્યપાલો દ્વારા સંસદમાં ઉઠાવીશું. આ સિવાય કોંગ્રેસ મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન દુર્ઘટના, GSTN અને મોંઘવારી મુદ્દે સંસદમાં સરકારને ઘેરશે.
જયરામ રમેશે જણાવ્યું હતું કે, અમારી પાસે પાંચ-છ મોટા મુદ્દા છે. અમે ચોક્કસપણે આ મુદ્દાઓ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા કરીશું. કેન્દ્રીય નિયુક્તિઓ સંઘીય માળખા પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ હંમેશા તેની સામે લડતી રહી છે. કોંગ્રેસ હંમેશા આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવે છે નહીં કે સંસદની બહાર.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, કેજરીવાલ વિપક્ષી એકતાની પ્રથમ બેઠકથી નારાજ થઈ ગયા હતા. કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે કોંગ્રેસ વટહુકમ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. કેજરીવાલ વિપક્ષી એકતાની બીજી બેઠકમાં હાજરી આપશે કે, કેમ તે કોંગ્રેસના વલણ પર નિર્ભર છે. વપક્ષની બેઠક પહેલા કોંગ્રેસે આડકતરી રીતે કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
પટનામાં વિપક્ષી દળોની બેઠક બાદ AAP ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે, જો કોંગ્રેસ વટહુકમ વિરુદ્ધ તેમનું સમર્થન નહીં કરે, તો તેઓ આગામી બેઠકમાં ભાગ નહીં લે. આગામી બેઠક બેંગ્લોરમાં 17 અને 18 જુલાઈએ યોજવાની દરખાસ્ત છે.
રાજ્યના પ્રભારી અને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કર્ણાટકમાં યોજાનારી વિપક્ષી એકતાની બેઠકની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ગૃહમંત્રી પરમેશ્વરા સાથે બેઠક યોજી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
