નવી સંસદમાં પાણી ટપકતા વિપક્ષનો કટાક્ષ, કહ્યું- બહાર પેપર લીક અને અંદર વોટર લીકેજ
ભ્રષ્ટાચારમાં લિપ્ત નરેન્દ્ર મોદી સરકારમાં નવી સંસદમાંથી પણ પાટી ટપકી રહ્યું છે. હવે આ પાટી ટપકતા વિપક્ષે કટાક્ષ કર્યો છે.
31 જુલાઈએ દિલ્હીમાં ભારે વરસાદને કારણે નવા સંસદ ભવનમાં પાણી લીક થયું હતું અને છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. નવી સંસદ બિલ્ડીંગની છત પરથી પાણી ટપકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો બાદ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવી સંસદની ઇમારતની આ હાલત છે, જેને બનાવવામાં 970 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ગુરુવારે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરી, જેમાં સંસદ ભવનનું નિરીક્ષણ કરવા માટે વિશેષ સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે ગુરુવારે ભારે વરસાદને કારણે લોબીની અંદર કથિત પાણીના લીકેજનો વીડિયો શેર કર્યો હતો.
તમિલનાડુના વિરુધુનગરના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, બહાર પેપર લીક અને અંદર પાણી લીકેજ. તેમણે ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસંદમાં પાણીનું લીકેજ દર્શાવે છે કે આ નવી ઇમારતમાં હવામાન સંબંધિત સમસ્યાઓ માટે ઓછી જોગવાઈ કરવામાં આવી છે. સંસદ ભવનનું બાંધકામ પૂર્ણ થયાના એક વર્ષ બાદ જ આ સ્થિતિ સામે આવી છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે.
અખિલેશ યાદવે નવી સંસદ બિલ્ડીંગમાં ટપકતા પાણીનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે, આ નવી સંસદ કરતાં જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદને પાણીના નિકાલ કાર્યક્રમ ચાલે ત્યાં સુધી જુની સંસદને કેમ ચાલુ ન થવા દઈએ? જનતા પૂછી રહી છે કે ભાજપ સરકારમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારેલી રચનાનો ભાગ છે કે નહીં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
