એનડીટીવીનો સર્વેઃ 319માંથી ભાજપને 146, કોંગ્રેસને 40 બેઠક
નવી દિલ્હી, 14 માર્ચઃ દેશ ભરમાં આગામી લોકસભા ચૂંટણીને લઇને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો તોડજોડનું રાજકારણ કરીને કેન્દ્રમાં પોતાની સરકાર બનાવવાની મથામણમાં લાગી ગયા છે. ક્યાંક વિકાસની વાતો થઇ રહી છે તો ક્યાંક એકબીજામાં આકરા પ્રહારો કરવાનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે વધુ એક ચૂંટણી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને ભારે લીડ મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
હંસા રિસર્ચ અને એનડી ટીવી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સૌથી મોટા ઓપિનિયન પોલ 2014માં અત્યારસુધી 319 બેઠકો પર લોકોની શું પ્રતિક્રિયા છે તેને જાણવાનો કયાસ કાઢવામાં આવ્યો છે. જે અનુસાર એનડીએને 166 બેઠકો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તો યુપીએને 52 બેઠકો મળશે તેવો અનુમાન કરવામાં આવ્યો છે. નવા મોર્ચાને 16 બેઠક મળી શકે છે તેવું આ સર્વેથી જાણવા મળ્યું છે. આ ઓપિનિયન પોલ 12 રાજ્યોનો છે, બાકીના રાજ્યોનો સર્વે ટૂંક સમયમાં જણાવવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ 12 રાજ્યોમાં લોકોની પ્રતિક્રિયા અને મિજાજ કેવો છે.

કર્ણાટક
ભાજપઃ- 20+(બેઠક), 44%(+2)(મત)
કોંગ્રેસઃ- 6 (બેઠક), 38% (0)(મત)
જેડીએસઃ- 2 (બેઠક), 11%(-3) (મત)

તમિળનાડુ
એડીએમકેઃ- 27(+18) (બેઠક), 45% મત
ડીએમકેઃ- 10 (-8) (બેઠક), 28% મત
અન્યઃ- 2 (-10) (બેઠક), (ભાજપ 8%, કોંગ્રેસ 8% મત)

પશ્ચિમ બંગાલ
ટીએમસીઃ- 32(+13) (બેઠક), 47%
લેફ્ટઃ- 9(-6) (બેઠક), 30% મત
કોંગ્રેસઃ- 1 (-5) (બેઠક),
અન્યઃ- 0 (-2)(બેઠક), (ભાજપ 10% મત)

રાજસ્થાન
ભાજપઃ- 19 (+15) (બેઠક), 48%(+12) (મત)
કોંગ્રેસઃ- 5 (-15) (બેઠક), 35% (-12) (મત)
અન્યઃ- 1 (0)

દિલ્હી
આપઃ- 4 (+4) (બેઠક), 34%(+34%)(મત)
ભાજપઃ- 2 (+2) (બેઠક), 32% (-3%)(મત)
કોંગ્રેસઃ- 1 (-6) (બેઠક), 23% (-34%)(મત)

હરિયાણા
ભાજપ-એચજેસીઃ- 7 (+6) (બેઠક), 29%(મત)
કોંગ્રેસઃ- 3 (-6) (બેઠક), 26% મત
આઇએનએલડીઃ- 17% મત
બીએસપીઃ- 4% મત
આપઃ- 3% મત

મહારાષ્ટ્ર
ભાજપ-શિવસેનાઃ- 33 (+13) (બેઠક), 39% (+3) મત
કોંગ્રેસ-એનસીપીઃ- 12 (-13) (બેઠક), 35% (-4) મત
એમએનએસઃ- 1 (+1) (બેઠક), 4%(0) મત
અન્યઃ- 2 (-1) (બેઠક)

મધ્ય પ્રદેશ
ભાજપઃ- 24 (+8) (બેઠક), 51 % (+7) (મત)
કોંગ્રેસઃ- 4 (-8) (બેઠક), 34% (-7) (મત)
બીએસપીઃ- 1(0) (બેઠક), 5%(-1) (મત)

છત્તીસગઢ
ભાજપઃ- 9 (-1) (બેઠક), 44% (-1) (મત)
કોંગ્રેસઃ- 2 (+1) (બેઠક), 38%(+1) (મત)

ગુજરાત
ભાજપઃ- 23 (+8) (બેઠક), 50% (+4) (મત)
કોંગ્રેસઃ- 3 (-8) (બેઠક), 40% (-4) (મત)

ઝારખંડ
ભાજપઃ- 6 (-2) બેઠક, 25% મત
કોંગ્રેસઃ- 4 (+3) બેઠક, 21% મત
જેએમએમઃ- 2 (0) બેઠક, 10% મત
અન્યઃ- 2 (-1) બેઠક

બિહાર
ભાજપ- એલજેપીઃ- 23 (+11) બેઠક, 32% મત
કોંગ્રેસ-આરજેડીઃ- 11 (+5) બેઠક, 26% મત
જેડીયુઃ- 5 (-15) બેઠક, 22% મત
અન્યઃ- 1 (-1) બેઠક
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
