પાકિસ્તાન બાદ હવે ચીનનો વારો, શરૂ થશે ઓપરેશન 'હિમ વિજય'
પાકિસ્તાન બાદ હવે ચીનનો વારો, શરૂ થશે ઓપરેશન 'હિમ વિજય'
નવી દિલ્હીઃ ભારત હવે ચીન બોર્ડર પર અત્યાધુનિક અમેરિકી વેપન સિસ્ટમની તહેનાતીની યોજના બનાવી રહ્યું છે. જેમાં અમેરિકી અત્યાધુનિક તોપ એમ777 હૉવિત્જર તોપ અને ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટરની તહેનાતી સામેલ છે. આરુણાચલ પ્રદેશમાં થનાર આ યુદ્ધાભ્યાસ દ્વારા ભારત કદાચ ચીનને આકરો સંદેશ આપવા માંગે છે. હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે ચીનના સૈનિકોએ લદ્દાખના વિસ્તારમાં ભારતીય સૈનિકો સાથે બબાલ કરવાની કોશિશ કરી હતી. યોજના મુજબ યુદ્ધાભ્યાસ માટે સેના તમામ તૈયારીઓ કરી રહી છે, જેનાથી અસલી લડાઈનો અનુભવ કરી શકાય.

ચીન સીમા પર ઓપરેશન હિમ વિજય
ભારતીય સશસ્ત્ર સેના અરુણાચલ પ્રદેશમાં ચીન નજીક આવેલ બોર્ડર પાસે દમદાર યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. હિમ વિજયના કોડ નામથી ચલાવવામાં આવનાર યુદ્ધાભ્યાસ દ્વારા ભારતીય સશસ્ત્ર સેના ખાસ રીતે નવ ગઠિત 17 માઉન્ટેન સ્ટ્રાઈક કૉર્પ્સની યુદ્ધ ક્ષમતાને પણ પરખવા માંગે છે. આ યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેના પણ સામેલ થશે જેથી અસલી જંગ જેવો માહોલ પેદા કરી શકાય. ચીન સીમા પર આયોજિત થવા જઈ રહેલ આ ઓપરેશન હિમ વિજયને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે તેનો અંદાજો એ વાતથી જ લગાવવામાં આવે છે કે આ યુદ્ધાભ્યાસમાં અમેરિકી અત્યાધુનિક વેપન સિસ્ટમ એમ777 અલ્ટ્રા લાઈટ હૉવિત્જર તોપ અને ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટરની તહેનાતીની પણ યોજના છે.

એમ777 અલ્ટ્રા-લાઈટ હોવિત્જરની ખાસિયત
જણાવી દઈએ કે એમ777 અલ્ટ્રા-લાઈટ હોવિત્જર તોપ વિશેષ રૂપે દુર્ગમ પહાડી વિસ્તારોમાં તહેનાતી માટે જ બનાવવામાં આવ્યા છે. સેનાના વરિષ્ઠ સૂત્રો મુજબ હિમ વિજય યુદ્ધાભ્યાસ દરમિયાન 17 માઉન્ટેન સ્ટ્રાઈક કૉર્પ્સને એમ777 અલ્ટ્રા-લાઈટ હૉવિત્જર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ દુશ્મનના લોકેશન સામે અટેક મોડમાં રહેશે. એમ777 અલ્ટ્રા-લાઈટ હૉવિત્જરને કે-9 વજ્ર અને ધનુષ હૉવિત્જર સાથે નાશિક પાસે દેવલાલીમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ભારતીય સેનામાં કુલ 145 એમ777 હૉવિત્જર સામેલ થનાર છે.

ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટરની વિશેષતા
આ યુદ્ધાભ્યાસમાં હાલમાં જ વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ અમેરિકી ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટરના પણ ઉપયોગની યોજના છે. આ હેલિકોપ્ટરને આ વર્ષે 25 માર્ચે ચંદીગઢ એરબેસ પર ઔપચારિક રીતે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સેનાના સૂત્રોએ કહ્યું કે ચિનૂકને અત્યાર સુધી એરફોર્સના નોર્થ-ઈસ્ટમાં સામેલ નથી કરાયા, પરંતુ ભવિષ્યમાં એક સમયે તે ક્ષેત્રમાં સામેલ કરવાની યોજના છે. માટે તેમણે યુદ્ધાભ્યાસ દરમિયાન હેલિકોપ્ટરના ઉપયોગનો પણ આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એમ777 હૉવિત્જરનો ઉપયોગ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં કરવા માટે અને તેને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા ઉંચા પહાડી વિસ્તારોમાં આસાનીથી એરડ્રોપ કરવામાં આવી શકે છે.

હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ઓપરેશનમાં સામેલ
સેનાની પૂર્વી કમાંડની પાછલા 6 મહિનાથી આવા પ્રકારની યુદ્ધાભ્યાની યોજના હતી અને તેને પાનગઢ સ્થિત 17 સ્ટ્રાઈક કોર્પ્સના 5000થી વધુ જવાન સામેલ થશે અે દેશના પૂર્વી મોર્ચે યુદ્ધ-જેવી પરિસ્થિતિઓમાં યુદ્ધાભ્યાસને અંજામ આપશે. યોજના અંતર્ગત આ યુદ્ધાભ્યાસ માટે તેજપુર સ્થિત 4 કોર્પ્સના જવાનને ઉંચા સ્થાનો પર તહેનાત કરવામાં આવશે, જેમણે પોતાના ક્ષેત્રની રક્ષા કરવાની છે. જ્યારે 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના 2500થી વધુ જવાનોને તેમની વિરુદ્ધ હુમલા માટે એરલિફ્ટ કરવાની યોજના છે. આ જવાનોને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મસલન સી-17, સી-130જે સુપર હર્ક્યુલસ અને એએલ-32 દ્વારા પશ્ચિમ બંગાના બાઘડોગરાથી લઈ અરુણાચલ પ્રદેશના વૉર જોન સુધી પહોંચાડવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
