તસવીરો: ધૃતરાષ્ટ્ર બનેલો મહાભારતનો એક્ટર બન્યો મિસ્ટર વર્લ્ડ
ટીવી સીરિયલમાં ધાર્મિક ભૂમિકા ભજવનાર એક્ટર ઠાકુર અનૂપ સિંહ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. અનૂપ ઠાકુરે બેંગકોકમાં આયોજીત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં મિસ્ટર વર્લ્ડ 2015નો ખિતાબ પોતાના નામે કર્યો છે.
અનૂપે મહાભારત સીરીયલમાં ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવ્યું હતું. અને તેના પાત્રને ટીવી પર લોકોએ પસંદ પણ કર્યું હતું. નોંધનીય છે કે અનૂપે 43 દેશોના પ્રતિભાગિયાને પછાડીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. તે પહેલા અનૂપ 2015માં મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર 2015 એશિયાનો પણ ખિતાબ જીતી ચૂક્યા છે. એટલું જ નહીં એશિયન બોડી બિલ્ડિંગ પ્રતિસ્પર્ધામાં પણ રજત કાંસ્ય પદક પોતાના નામે કરી ચૂક્યા છે.

નાનાપણનો ફોટો
હાલ ભલે ઠાકુર અનુપ સિંહે આવી જોરદાર બોડી બનાવી લીધી છે પણ નાનપણ તે આવો ક્યૂટ લાગતો હતો.

વર્ષ 2014માં બંધ થઇ હતી મહાભારત
નોંધનીય છે કે 2014માં મહાભારત સિરીયલ બંધ થઇ હતી પણ તેમાં ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવનાર અનૂપને લોકોએ ભારે પસંદ કર્યો હતો.

સાઉથની ફિલ્મોની ઓફર
અનૂપને સાઉથની અનેક ફિલ્મોમાં લીડ રોલ કરવાની ઓફર આવી રહી છે. જે જોતા જલ્દી જ તે સાઉથની ફિલ્મોમાં નજરે પડે તો નવાઇ નહીં.

એક્શન હિરો
અનૂપને મારધાડ વાળી એક્શન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે અને હવે તે પોતાના એક્ટિંગ કેરિયર પર ફોકસ કરવાનું વિચારી રહ્યા છે.

પાયલોટ
મલ્ટી ટેલેન્ટેડ છે અનૂપ. એક્ટિંગની સાથે તે સારા પાયલોટ પણ છે. તેમણે 2013માં ફેડરલ એવિસન એડમિનિસ્ટ્રેશન (FAA)થી પાયલોટની ટ્રેનિંગ પણ લીધી છે.

2015માં મિસ્ટર ઇન્ડિયા
એટલું જ નહીં આ વર્ષે અનુપને મિસ્ટર ઇન્ડિયાનો પણ ખિતાબ મળ્યો છે.

મિસ્ટર એશિયા
તો વર્ષ 2015માં તેમણે મિસ્ટર એશિયાનો પણ ખિતાબ જીત્યો છે. અને હવે ભારતનું નામ તેમણે દુનિયાભરમાં રોશન કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
